Not Set/ #DelhiAssemblyElection2020/ શાહીન બાગમાં મૃત્યુ પામલે બાળકની માતાને ગિરિરાજસિંહે ગણાવી આત્મઘાતી બોમ્બર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ શાહીન બાગનો મુદ્દો સતત ઉઠાવતા રહ્યા છે અને તેમના આપતી જનક નિવેદનો પણ સામે આવ્યા છે. ગુરુવારે ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે ટ્વીટ કર્યું હતું કે આ શાહીન બાગ હવે માત્ર એક આંદોલન નથી, અહીં  આત્મઘાતી બોમ્બર બનાવવામાં આવી રહ્યા છે. દેશની રાજધાનીમાં દેશ વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું […]

Top Stories Gujarat Assembly Election 2022 India
gs #DelhiAssemblyElection2020/ શાહીન બાગમાં મૃત્યુ પામલે બાળકની માતાને ગિરિરાજસિંહે ગણાવી આત્મઘાતી બોમ્બર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ શાહીન બાગનો મુદ્દો સતત ઉઠાવતા રહ્યા છે અને તેમના આપતી જનક નિવેદનો પણ સામે આવ્યા છે. ગુરુવારે ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે ટ્વીટ કર્યું હતું કે આ શાહીન બાગ હવે માત્ર એક આંદોલન નથી, અહીં  આત્મઘાતી બોમ્બર બનાવવામાં આવી રહ્યા છે. દેશની રાજધાનીમાં દેશ વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે શાહીન બાગમાં એક મહિલાનું બાળક ઠંડીમાં મૃત્યુ પામે છે અને તે મહિલા કહે છે કે મારો પુત્ર શહીદ થયો છે. આ આત્મઘાતી બોમ્બર નહીં તો બીજું શું છે? જો ભારતને બચાવવો હોય તો દેશને આ આત્મઘાતી બોમ્બર વિરુદ્ધ આંદોલન-2 દ્વારા જગાડવો પડશે. 

https://twitter.com/girirajsinghbjp/status/1225268618683772928?s=20

આપને જણાવી દઇએ કે બુધવારે લોકસભામાં ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે, દિલ્હીના શાહીન બાગમાં આજે જે થઈ રહ્યું છે તે એક સ્મૃતિપત્ર છે કે જો આ દેશનો બહુમતી સમુદાય સજાગ નહી રહે અને દેશભક્ત ભારતીયો આના પર ખરા ન ઉતર્યા તો  પછી મોગલ શાસનના દિવસે દૂર નથી.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે બુધવારે એક રેલીમાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે કેન્દ્ર સરકારશાહીન બાગવાળાને ઉભા કેમ નથી કરી રહી. કેજરીવાલ બેસાડો તમે, બિરયાની તમે ખવડાવો, પાલો પોસો તમે અને અમને ઉભા કરીએ એમ. હવે જ્યારે ખબર પડી ગઈ છે કે જો દાવા ઉંધો થઈ રહ્યો છે, તો હનુમાન ચાલીસા વાંચવામાં આવી રહી છે.  દિલ્હીવાસીઓને આપ નાં ભૂતથી સાવધ રહેવું પડશે.  ક્યારે આપ નાં ભૂત-પિશાચો દિલ્હીને આગ ચાંપી દે તે ખબર નહી. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ભાઇ-બહેનોને ધાર્મિક ધોરણે પાકિસ્તાનમાં ત્રાસ આપવામાં આવ્યા બાદ ભારત આવનારાઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે. સીએએનો વિરોધ કરનારા, તમારા કાન ખોલો અને સાંભળો કે નાગરિકત્વનો કાયદો અમલમાં આવશે. અમે સૂત્ર બોલતા કે રામ લલા અમે આવીશું,  મંદિર ત્યાં જ બનાવીશું. તો કોંગ્રેસીઓ અમારી મજાક ઉડાવતા હતા અને કહેતા હતા કે અમે તારીખ જણાવીશું નહીં. કોંગ્રેસીઓએ સાંભળવું જોઇએ કે રામ મંદિર નિર્માણનું કામ એપ્રિલથી શરૂ થશે.

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીએ રેલીમાં કહ્યું હતું કે, ધાર્મિક કારણોસર ત્રાસ પામનારા હિન્દુ, શીખ, ખ્રિસ્તી લઘુમતી સમુદાયોના શરણાર્થીઓને ભારતના નાગરિકત્વ આપવા માટે સુધારેલા કાયદાની અમલ કરીને કેન્દ્ર સરકારે ત્રણ પાડોશી દેશોમાં લાખો લોકોને રાહત આપી છે. પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને લોકોને ડરાવવાનું કામ કરી રહ્યા છે, જ્યારે આ કાયદો  ગાંધીજી અને નહેરુ જેવા નેતાઓની ઇચ્છા  અનુરુપનો છે.અને આ ઐતિહાસિક પહેલને આવકારવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.