Not Set/ ગરમીનો પારો યથાવત્, સુરેન્દ્રનગરમાં નોંધાયુ સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન

સુરેન્દ્રનગર, સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જીલ્લાનું નોંધાયુ હતું.તાપમાનનો પારો અંદાજિત 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.ત્યારે જિલ્લામાં બે દિવસ થી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સનસ્ટ્રોકની અસર વર્તાઈ રહી છે તેમજ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જતા જનજીવન અને પશુ-પંખીઓ પર તેની અસર […]

Top Stories Gujarat Others
arj 4 ગરમીનો પારો યથાવત્, સુરેન્દ્રનગરમાં નોંધાયુ સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન

સુરેન્દ્રનગર,

સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જીલ્લાનું નોંધાયુ હતું.તાપમાનનો પારો અંદાજિત 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.ત્યારે જિલ્લામાં બે દિવસ થી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સનસ્ટ્રોકની અસર વર્તાઈ રહી છે તેમજ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જતા જનજીવન અને પશુ-પંખીઓ પર તેની અસર જોવા મળી રહી છે.

હાલમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે પ્રશાસન દ્વારા ખાસ કરીને નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ કરીને બપોરના સમયે ૨ થી ૪ ના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.