સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેમનું લેટેસ્ટ નિવેદન હિંદુ ધર્મ પર આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ નથી પણ માત્ર છેતરપિંડી છે. હવે તેમના નિવેદનને લઈને દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે.
સ્વામી પ્રસાદનું નિવેદન
સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ 27 ઓગસ્ટના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “બ્રાહ્મણવાદના મૂળ ખૂબ ઊંડા છે અને તમામ અસમાનતાનું કારણ પણ બ્રાહ્મણવાદ છે. હિંદુ ધર્મ નામનો કોઈ ધર્મ નથી, હિંદુ ધર્મ માત્ર છેતરપિંડી છે.” જો કે સમાજવાદી પાર્ટીએ તેમના નિવેદનથી દૂરી લીધી છે. સાથે જ અનેક હિન્દુ સંગઠનોએ મૌર્યના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.
ब्राह्मणवाद की जड़े बहुत गहरी है और सारी विषमता का कारण भी ब्राह्मणवाद ही है। हिंदू नाम का कोई धर्म है ही नहीं, हिंदू धर्म केवल धोखा है। सही मायने में जो ब्राह्मण धर्म है, उसी ब्राह्मण धर्म को हिंदू धर्म कहकर के इस देश के दलितों, आदिवासियों, पिछड़ों को अपने धर्म के मकड़जाल में… pic.twitter.com/351EJeSBlY
— Swami Prasad Maurya (@SwamiPMaurya) August 27, 2023
અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે
આ પહેલીવાર નથી જ્યારે સ્વામી પ્રસાદ મૌર્યએ હિંદુ ધર્મ અને હિંદુ ધર્મગ્રંથોને નિશાન બનાવ્યા હોય. અગાઉ તેમણે રામચરિતમાનસને નિશાન બનાવ્યું હતું. જેને લઈને ભારે હોબાળો થયો હતો.
બીજી તરફ, સમાજવાદી પાર્ટીએ સપા નેતાના તાજેતરના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. સપાના રાષ્ટ્રીય પ્રવક્તા સુનીલ સિંહ યાદવે કહ્યું કે અમે તેમના (સ્વામી પ્રસાદ મૌર્ય) નિવેદનો સાથે સહમત નથી. સુનીલ યાદવે કહ્યું કે અમે તમામ જાતિ અને ધર્મમાં માનીએ છીએ.
જણાવી દઈએ કે સ્વામી પ્રસાદને પણ પોતાના નિવેદનોને કારણે વિરોધનો સામનો કરવો પડ્યો છે. હાલમાં જ લખનઉમાં એક કાર્યક્રમમાં એક વ્યક્તિએ તેમના પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી યુવકને કસ્ટડીમાં લીધો હતો. તેની ઓળખ આકાશ સૈની તરીકે થઈ છે.
આ પણ વાંચો:જજની સામે મહિલાએ કરી આવી હરકત….લોકો જોતા રહી ગયા
આ પણ વાંચો:યુવકનું કપાયેલું માથું મોંમાં રાખીને આમ તેમ ફરતો રહ્યો કૂતરો, પોલીસે તેનો પીછો કરતાં થઈ ગઈ સ્તબ્ધ
આ પણ વાંચો:‘મિશન મૂન’ પછી ISROનું ‘મિશન સૂર્ય’, ‘આદિત્ય-L1’ 2 સપ્ટેમ્બરે સૂર્યને મળવા તૈયાર
આ પણ વાંચો:‘શિવશક્તિ’ પોઈન્ટ પર ચંદ્રના રહસ્યો શોધવામાં વ્યસ્ત પ્રજ્ઞાન રોવર, ઈસરોએ જાહેર કર્યો નવો વીડિયો
આ પણ વાંચો:લેન્ડિંગ પોઈન્ટનું નામ ‘શિવશક્તિ’ રાખવા પર હોબાળો, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે ‘વાંધો’ વ્યક્ત કર્યો
