Not Set/ છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના 25 હજારથી વધુ નવા કેસ, આટલા લોકોએ ગુમાવ્યો જીવ

ભારતમાં કોરોનાના 25,467 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,24,74,773 થઈ ગઈ છે….

Top Stories India
કોરોનાના

ભારતમાં કોરોનાના 25,467 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,24,74,773 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 354 દર્દીઓના મૃત્યુ બાદ, સંક્રમણથી થતા મૃત્યુઆંક 4,35,110 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓ હવે ઘટીને 3.19 લાખ પર આવી ગયા છે.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરના ડર ને લઈને પીએમ મોદીએ આજે મહત્વની બેઠક બોલાવશે

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 25 હજાર 467 નવા કેસ નોંધાયા છે જ્યારે આ સમયગાળા દરમિયાન 39 હજાર 486 લોકો કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. આ સમયગાળામાં, કોરોનાના ચેપને કારણે 354 લોકોના મોત પણ થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ડેટા બાદ હવે દેશમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસો વધીને 3 કરોડ 24 લાખ 74 હજાર 773 થઈ ગયા છે.

આ પણ વાંચો:Big Bના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ જપ્ત,ડ્રાઇવ કરી રહ્યો હતો સલમાન ખાન !

આ કેસમાંથી 3 કરોડ 17 લાખ 20 હજાર 112 દર્દીઓ સાજા થયા છે જ્યારે 4 લાખ 35 હજાર 110 દર્દીઓના મોત થયા છે. હાલમાં, દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 3 લાખ 19 હજાર 551 છે.

ગઈકાલે 16 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું

તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે સોમવારે ભારતમાં કોરોના વાયરસ માટે 16,47,526 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જે પછી દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો વધીને 50,93,91,792 થયો છે.

આ પણ વાંચો:કાબુલમાંથી પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ નકલો અને 75 લોકો સાથે ભારતીય વાયુસેનાનું વિમાન થયું રવાના

ભારતમાં ક્યારે કેટલા વધ્યા કોરોનાના કેસ

ભારતમાં કોરોના વાયરસના 20 લાખ કેસ 7 ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ પર પહોંચી ગયા હતા. આ પછી 60 લાખ પહોંચતા 28 સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો હતો. આ પછી 19 એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો 1.50 કરોડને પાર થયો હતો. 4 મેના કેસ સાથે આ આંકડો 2 કરોડને પાર કરી ગયો છે. 18મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2.5 કરોડને પાર થઈ ગઈ હતી. 23 મેના નવા કેસ સાથે કુલ કેસ 3 કરોડને પાર થઈ ગયા છે.

આ પણ વાંચો:આસામમાં ભૂકંપથી ધ્રુજી ધરા, 4.0 ની તીવ્રતાના અનુભવાયા આંચકા

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં દહી હાંડીની ઉજવણી કરવામાં આવશે નહીં