માઉન્ટ માઉન્ગાનુઈ,
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની શ્રેણીની બીજી મેચ માઉન્ટ માઉન્ગાનુઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. બીજી વન-ડેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૩૨૪ રન બનાવ્યા છે અને યજમાન ટીમને ૩૨૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
મહેમાન ટીમ દ્વારા આપવામાં આવેલા ૩૨૫ રનના લક્ષ્ય સામે ન્યુઝીલેન્ડ ૨૩૪ રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું અને યજમાન ટીમની ૯૦ રને હાર થઇ છે. બીજી બાજુ આ જીત સાથે હ ભારતે પાંચ મેચની શ્રેણીમાં ૨-૦ની લીડ હાંસલ કરી છે.
ઓપનર બેટ્સમેન માર્ટિન ગપ્ટીલ ૧૫ રન, કોલિન મુનરો ૩૧ રન, કેન વિલિયમસન ૨૦ રન, ટોમ લથામ ૩૪ રન, હેન્રી નિકોલ્સ ૨૮ રન બનાવી આઉટ થયા છે.
ભારત તરફથી સ્પિન બોલર કુલદીપ યાદવે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ૮૭, શિખર ધવન ૬૬ રન, કેપ્ટન વિરાટ કોહલી ૪૩ અને રાયડુએ ૪૭ રન બનાવી આઉટ થયા છે. જયારે એમ એસ ધોની ૪૮ રન અને કેદાર જાધવ ૨૨ રને અણનમ રહ્યા હતા.
માઉન્ટ માઉન્ગાનુઈના બે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો, વર્ષ ૨૦૧૪ પછી અત્યારસુધીમાં કુલ ૭ વન-ડે રમાઈ છે, પરંતુ ટીમ ઇન્ડિયા માટે આ પીચ બિલકુલ નવી છે, જયારે યજમાન ટીમ આ ગ્રાઉન્ડ પર ૬ મેચમાંથી ૩ મેચ જીતી ચુકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચમાં કુલદીપ યાદવ અને ચહલની સ્પિન જોડી તેમજ મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે યજમાન ટીમ વેરવિખેર થઇ ગઈ હતી અને ભારતે ૮ વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી.