IPL 2022/ દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 208 રનનો ટાર્ગેટ આપ્યો,ડેવિડ વોર્નરની વિસ્ફોટક બેંટિગ

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા

Top Stories Sports
2 4 દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 208 રનનો ટાર્ગેટ આપ્યો,ડેવિડ વોર્નરની વિસ્ફોટક બેંટિગ

IPLની 15મી સિઝનની 50મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા.દિલ્હી તરફથી મનદીપ સિંહ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. માર્શે 10 રન અને કેપ્ટન રિષભ પંતે 26 રન બનાવ્યા હતા.

 દિલ્હી કેપિટલ્સની ટીમ 4 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. દિલ્હીના પૃથ્વી શો, અક્ષર પટેલ, મુસ્તફિઝુર રહેમાન અને ચેતન સકરિયા આ મેચમાં નથી રમી રહ્યા. એનરિક નારખિયા, મનદીપ સિંહ, રિપલ પટેલ અને ખલીલ અહેમદને તક આપવામાં આવી છે, જ્યારે કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને સીન એબોટ સનરાઇઝર્સ તરફથી ડેબ્યૂ કરશે. વોશિંગ્ટન સુંદર, નટરાજન અને માર્કો યાનસન આ મેચમાંથી બહાર થઈ જશે.

દિલ્હી નવમાંથી પાંચ મેચ હારી છે. હાલમાં દિલ્હી કેપિટલ્સ આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે, પરંતુ જો તે ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવશે તો તે ચોથા સ્થાને જઈ શકે છે. આ મેચમાં જીત દિલ્હીની આશા જીવંત રાખશે નહીં તો દિલ્હી માટે હાર સાથે સતત બાકીની ચાર મેચ જીતવી જરૂરી બની જશે.