Gujarat election 2022/ વાઘોડિયાના ભારાડી નેતા મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયુ

ભાજપે વિધાનસભા ચૂંટણી 2022ના 160 ઉમેદવારોની જાહેરાત કરી છે, તેમા વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પત્તુ કપાયું છે. તેમને તો ઠીક તેમના કુટુંબમાં તેમની પત્નીને પણ ટિકિટ આપવામાં આવી નથી.

Top Stories Gujarat
Madhu Srivastav વાઘોડિયાના ભારાડી નેતા મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયુ

ભાજપે વિધાનસભા ચૂંટણી 2022ના 160 ઉમેદવારોની જાહેરાત કરી છે, તેમા વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પત્તુ કપાયું છે. તેમને તો ઠીક તેમના કુટુંબમાં તેમની પત્નીને પણ ટિકિટ આપવામાં આવી નથી. તેમના બદલે અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
મધુ શ્રીવાસ્તવ વ્યવસ્યાવે બિલ્ડર છે અને તે ભાજપના પાંચ વખતથી ચૂંટાયેલા ધારાસભ્ય છે, પણ આ વખતે એન્ટિ ઇન્કમ્બન્સીને ટાળવા માટે તેમનો ભોગ લેવાયો છે. જો કે મુખ્યત્વે તે બેસ્ટ બેકરી કેસ માટે જાણીતા છે. તેમા તે સહઆરોપી હતા. આ કેસમાં 18 મુસ્લિમોને જીવતા સળગાવાયા હતા.
આ ઉપરાંત ઝાહિરા શેખ સાથે થયેલા સમાધાનના કિસ્સામાં તે અમિત શાહ સાથે સહઆરોપી હતા. 2008માં વાઘોડિયા પોલીસે જાહેર સ્થળોએ ઉપદ્રવ બદલ તેમની ધરપકડ કરી હતી. 2002 પછીની ગૌરવ યાત્રામાં વર્તમાન વડાપ્રધાન મોદીએ તેમને લાયન ઓફ ગુજરાત કહીને સંબોધ્યા હતા. તેનાથી પ્રેરિત થઈ તેમણે સી ગ્રેડ ગુજરાતી ફિલ્મ લાયન ઓફ ગુજરાત બનાવી હતી અને તેમા તે હીરો હતા. પોલીસ રેકોર્ડ મુજબ તેમની સામે નવ કેસ નોંધાયેલા છે.