Not Set/ મહારાષ્ટ્રમાં સચિન તેંડુલકરની સુરક્ષામાં મુકાયો કાપ, આદિત્ય ઠાકરેની સુરક્ષામાં વધારો

મહારાષ્ટ્રમાં ઘણા વીઆઈપીની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવેલ છે. જેમા એક નામ સચિન તેંડુલકરનું પણ સામે આવી રહ્યુ છે. સચિનને સુરક્ષાને X કેટેગરીથી ઓછી કરી દેવામાં આવેલ છે. તેમની સાથે એસ્કોટ રહેશે પરંતુ હવે દરેક સમયે પોલીસકર્મી નહી રહે. આ સાથે જ શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્ય ઠાકરેની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. […]

Top Stories India
Sachin and Aaditya મહારાષ્ટ્રમાં સચિન તેંડુલકરની સુરક્ષામાં મુકાયો કાપ, આદિત્ય ઠાકરેની સુરક્ષામાં વધારો

મહારાષ્ટ્રમાં ઘણા વીઆઈપીની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવેલ છે. જેમા એક નામ સચિન તેંડુલકરનું પણ સામે આવી રહ્યુ છે. સચિનને સુરક્ષાને X કેટેગરીથી ઓછી કરી દેવામાં આવેલ છે. તેમની સાથે એસ્કોટ રહેશે પરંતુ હવે દરેક સમયે પોલીસકર્મી નહી રહે. આ સાથે જ શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્ય ઠાકરેની સુરક્ષાને વધારી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં સચિન તેંડુલકર ઉપરાંત ઘણા લોકોની સુરક્ષા પર કાપ મૂકાયો છે. શિવસેનાનાં ધારાસભ્ય આદિત્ય ઠાકરેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આદિત્ય ઠાકરે હવે Z કેટેગરીની સુરક્ષા મેળવશે, જ્યારે અગાઉ તેમને Y+ સુરક્ષા કવર આપવામાં આવતી હતે. આ ઉપરાંત યુપીનાં પૂર્વ રાજ્યપાલ રામ નાઇકની સુરક્ષામાં પણ કાપ મુકવામાં આવી છે.

રામ નાઇકને હવે X કેટેગરીની સુરક્ષા મળશે, જ્યારે અગાઉ તેમને Z+ સુરક્ષા આપવામાં આવી રહી હતી. આ સિવાય સિનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમની સુરક્ષામાં કાપ કરવામાં આવેલ છે. તેમની સુરક્ષા Z+ થી ઘટાડીને Y કેટેગરી કરવામાં આવેલ છે. નિકમને હવે Y કેટેગરીની સુરક્ષા સાથે એસ્કોર્ટ પણ આપવામાં આવશે. વળી, ભાજપ નેતા એકનાથ ખડસેની સુરક્ષામાંથી એસ્કોર્ટને હટાવવામાં આવ્યો છે. ખડસેને Y કેટેગરીની સુરક્ષા સાથે એસ્કોર્ટ પણ આપવામાં આવેલ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.