Not Set/ 26 ડિસેમ્બર/ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, અંબાજી-દ્વારકા-ડાકોર સહીત અનેક મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

આવતીકાલે 26 ડીસેમ્બર વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ છે. ભારતમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાવાનું છે. જેને પગલે ગુજરાતના અનેક મંદિરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રહણને લઈને મંદિરો બંધ કરવામાં આવે છે. સૂર્યગ્રહણ હોવાથી આરતી અને દર્શનનો સમય પણ બદલાઈ જાય છે. સૂર્યગ્રહણ હોવાથી ધાર્મિક પ્રક્રિયાઓને પૂજાપાઠ ઉપર વેધ લાગતો હોય છે.  ત્યારે ગુજરાતના પ્રખ્યાત મંદિરો અંબાજી, દ્વારકા […]

Uncategorized
શરણાર્થી ૨ 1 26 ડિસેમ્બર/ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, અંબાજી-દ્વારકા-ડાકોર સહીત અનેક મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

આવતીકાલે 26 ડીસેમ્બર વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ છે. ભારતમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાવાનું છે. જેને પગલે ગુજરાતના અનેક મંદિરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રહણને લઈને મંદિરો બંધ કરવામાં આવે છે. સૂર્યગ્રહણ હોવાથી આરતી અને દર્શનનો સમય પણ બદલાઈ જાય છે. સૂર્યગ્રહણ હોવાથી ધાર્મિક પ્રક્રિયાઓને પૂજાપાઠ ઉપર વેધ લાગતો હોય છે.  ત્યારે ગુજરાતના પ્રખ્યાત મંદિરો અંબાજી, દ્વારકા અને ડાકોર માં પણ મદિર માં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

સૂર્યગ્રહણ ને નિહાળવા માટે ખગોળવિદો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષ 2019 નું છેલ્લું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ પૂર્વ આફ્રિકા, યુરોપ ઓસ્ટ્રેલિયા, હિન્દ મહાસાગર તથા ભારતમાં દેખાશે, જેથી વેધ અમાસના આગલા દિવસ એટલે કે આજે 25 ડિસેમ્બરના રોજ સાંજ પછી લાગે છે.

Image result for AMBAJI

અંબાજી મંદિરમાં બદલાયેલો સમય

આ વખતે તારીખ 26 ડિસેમ્બર 2019ના ગુરુવારે માગશર વદ અમાસના રોજ કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોવાથી યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી અંબાજી મંદિર 25 ડિસેમ્બરના રોજ રાત્રિના 8.00 કલાક બાદ બંધ થઈ જશે. જે તારીખ 26 ડિસેમ્બર 2019 ના બપોરે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે દર્શન સંપૂર્ણ બંધ રહેશે. અમાસની સવારની આરતી 7.30 કલાકે કરવામાં આવે છે, તે બપોરે 1.00 થી 1.30 કલાક દરમિયાન કરાશે. જ્યારે કે, બપોરે દર્શનનો સમય 1.30 થી 4.15 સુધીનો રહેશે. બાકીના દર્શનનો સમય રાબેતા મુજબ રાખવામાં આવ્યો છે.

Image result for DVARIKA

દ્વારકામાં આરતીના સમયમાં ફેરફાર

26 ડીસેમ્બર ગુરૂવારના દિવસે સૂર્યગ્રહણ હોઈ દ્વારકાધીશના મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ગુરુવારે સવારે 6.30 વાગ્યાના બદલે મંદિરના દ્વાર બપોરે 12 કલાકે ખૂલશે અને સવારે કરવામાં આવતી મંગળાઆરતી પણ બપોરે 12.00 કલાકે થશે. બપોરે મંદિર ૩.૩૦ વાગ્યે બંધ થઈ સાંજે ફરી 5.30 વાગ્યે ખૂલશે અને રાત્રે 9.45 કલાકે બંધ થશે.

Image result for DAKOR

ડાકોરમાં પણ આરતીના સમયમાં ફેરફાર

ખેડા જીલ્લામાં આવેલા ભગવાન રણછોડ રાયના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે પણ ગ્રહણ ને લઈને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે કરવામાં આવતી મંગળા આરતી બપોરે 12  વાગ્યે કરવામાં આવશે. ડાકોર નિજ મંદિર વહેલી સવારે 6.15 થી 11.45  સુધી બંધ રહેશે.

બપોરે 12 વાગ્યે મંગલા આરતીના દર્શન થશે.  ત્યારબાદ ભગવાન ને ધાનુંમાસ આરોગવા માટે બિરાજશે. અને બપોરે 1.30  થી 2.00 વાગ્યા સુધી ભગવાન રણછોડ રાયના દર્શન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.