Not Set/ ડિજિટલ લેવડ દેવડના આધારે રાજ્યોને નીતિ આયોગ આપશે રેન્ક

નવી દિલ્હીઃ રાજ્યો વચ્ચે પ્રતિસ્પર્ધાને વધારવા માટે નીતિ આયોગે દશ દિવસની અંદર ડિજિટલ લેવડ દેવડના આંકડા માંગ્યા છે. તેના આધારે જે રાજ્યએ ઓછી રોકડ અર્થવ્યવસ્થા આવવા માટે ઉઠાવવામાં આવેલા પગલા માટે રેન્ક આપવામાં આવશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે, નીતિ આયોગ ટુંક સમયમાં રાજ્યોને ડિજિટલ લેવડ દેવડના આધારે  રેન્ક આપશે. નીતિ આયોગે ડિજિટલ […]

Uncategorized
Niti Aayog ડિજિટલ લેવડ દેવડના આધારે રાજ્યોને નીતિ આયોગ આપશે રેન્ક

નવી દિલ્હીઃ રાજ્યો વચ્ચે પ્રતિસ્પર્ધાને વધારવા માટે નીતિ આયોગે દશ દિવસની અંદર ડિજિટલ લેવડ દેવડના આંકડા માંગ્યા છે. તેના આધારે જે રાજ્યએ ઓછી રોકડ અર્થવ્યવસ્થા આવવા માટે ઉઠાવવામાં આવેલા પગલા માટે રેન્ક આપવામાં આવશે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે, નીતિ આયોગ ટુંક સમયમાં રાજ્યોને ડિજિટલ લેવડ દેવડના આધારે  રેન્ક આપશે. નીતિ આયોગે ડિજિટલ લેવડ દેવડના 10 દિવસના આંકડા આપવા માટે કહ્યું છે. નોટબંધી બાદ સરકાર ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલા લીધા છે.  સરકારે ગયા મહિને કેશલેશ લેવડ દેવડને પ્રોત્સાહન માટે દૈનિક, સાપ્તાહિક તથા મેગા પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ મુજબ સરકાર 25 ડિસેમ્બરથી ગ્રાહક અને દુકાનદારો વગેરેને ડિજિટલ પેમેન્ટ કરવા પર 340 કરોડ રૂપિયા પુરુષ્કાર આપશે.

ઓક્ટોબર 2015 સુધી દેશમાં 61.5 કરોડ ડેબિટ કાર્ડધારક તથા 2.3 કરોડ ક્રેડિટ કાર્ડધારક હતા. નોટબંધી બાદ મોબાઇલ વોલેટ, યૂએસએસડી તથા રુપે  જેવા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. સરકારી આંકડા અનુસાર 25 ડિસેમ્બરે યૂએસએસડી લેવડ દેવડ 5135 ટકાથી વધીને  5078 લેવડ દેવડ પ્રતિદિવસ પર હોંચ્યું છે. જે 8 નવેમ્બરે ફક્ત 97 રૂપિયા લેવડ દેવડ હતી.