Not Set/ જલ્લીકટ્ટુ પર પ્રતિબંધને લઇને થઇ રહેલા વિરોધ વચ્ચે CM ઓ.પન્નીરસેલ્વમે PM મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હીઃ ચેન્નઇમાં એક કોર્પોરેટ કંપનીના સીઇઓએ પોતાના કર્મચારીઓને જલ્લીકટ્ટુનો વિરોધ કરવા માટે એક દિવસની છુટ્ટી આપી છે. તમિલનાડુના પ્રચલિત રમત જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ દૂર કરવાની માંગ સમગ્ર તમિલનાડૂમાં ઉઠી છે. ચેન્નઇના મરિના બીચ પર બુધવારથી પ્રદર્શન થઇ રહ્યું છે. રાજ્યના અલગ અલગ ભાગમાં લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા છે. સડકો પર આમ […]

Uncategorized
જલ્લીકટ્ટુ પર પ્રતિબંધને લઇને થઇ રહેલા વિરોધ વચ્ચે CM ઓ.પન્નીરસેલ્વમે PM મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હીઃ ચેન્નઇમાં એક કોર્પોરેટ કંપનીના સીઇઓએ પોતાના કર્મચારીઓને જલ્લીકટ્ટુનો વિરોધ કરવા માટે એક દિવસની છુટ્ટી આપી છે.

તમિલનાડુના પ્રચલિત રમત જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ દૂર કરવાની માંગ સમગ્ર તમિલનાડૂમાં ઉઠી છે. ચેન્નઇના મરિના બીચ પર બુધવારથી પ્રદર્શન થઇ રહ્યું છે. રાજ્યના અલગ અલગ ભાગમાં લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા છે. સડકો પર આમ લોકોના રોષને જોતા મુખ્મંત્રી ઓ.પન્નીરસેલ્વમ એક વટહુકમ  લાવવાની માંગ સાથે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મામલે સુપ્રિમ કોર્ટે મરિના બીચ પર કરી લોકો દ્વારા કરવામાં આવતા પ્રદર્શન પર દખલગીરી કરવાને લઇને કરવામાં આવેલી અરજી પણ સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે.

જ્યારે અન્નદ્રમુક મહાસચિવ વીકે શશિકલાએ પોતાનું સમર્થન આપતા કહ્યું કે, તેના પર પ્રતિબંધ દૂર કરવા વિધાનસભાના આગળના સત્રમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. મુખ્યમંત્રી સાથે અન્નાદ્રમુકના 49 સાંસદ પણ હશે. પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે પણ મુલાકાત કરશે.