Not Set/ હાર્દિકનો હુંકારઃ સરકાર પર કર્યા પ્રહાર, ફરી એક વાર કરી જીએમડીસી ગ્રાઉન્ડની માંગ

હિમતનગરઃ રાજદ્રોહના કેશમાં 9 મહિના જેલમાં અને ત્યાર બાદ 6 મહિના ગુજરાત બહાર રહ્યા બાદ ફરી હાર્દિક પટેલ ગુજરાતમાં પરત ફર્યો હતો. હાર્દિક પટેલે પરત ફર્તાની સાથે જ હિમતનગરમાં સ્વભિમાન રેલીને સંબોધી હતી. જેમા તેણે સરકાર પર પ્રહાર કરવાનું ચૂક્યો નહોતો. અને કહ્યું હતું કે,અને અનામત લેવાની જ છે અને નહી આપે તો ઝુટવીને લેવાની […]

Uncategorized
Hardik Patel 1 હાર્દિકનો હુંકારઃ સરકાર પર કર્યા પ્રહાર, ફરી એક વાર કરી જીએમડીસી ગ્રાઉન્ડની માંગ

હિમતનગરઃ રાજદ્રોહના કેશમાં 9 મહિના જેલમાં અને ત્યાર બાદ 6 મહિના ગુજરાત બહાર રહ્યા બાદ ફરી હાર્દિક પટેલ ગુજરાતમાં પરત ફર્યો હતો. હાર્દિક પટેલે પરત ફર્તાની સાથે જ હિમતનગરમાં સ્વભિમાન રેલીને સંબોધી હતી. જેમા તેણે સરકાર પર પ્રહાર કરવાનું ચૂક્યો નહોતો. અને કહ્યું હતું કે,અને અનામત લેવાની જ છે અને નહી આપે તો ઝુટવીને લેવાની છે.

હાર્દિકે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમારો વિરોધ એસસી, એસટી કે ઓબીસી અનામતનો નથી. કે કોઇ વ્યક્તિ વિશેષનો પણ નથી. હાર્દિકે પોલીસને પણ પોતાનો તેનો સાથ આપવા માટે કહ્યું હતું.

હાર્દિકના અનામત આંદોલનના મુખ્ય બે ધ્યેય કહ્યા હતા જેમા પહેલું ધ્યેય જનરલ ડાયર સામે લડીને પાટીદારોને અનામત આપવાનો અને બીજો ધ્યેય જનતાને ભયયુક્ત શાસનમાંથી મુક્ત કરવાનો છે.

હાર્દિકે સરકારને પડકાર ફેક્તા જણાવ્યું હતું કે, ફરી એક વાર જીએમડીસી ગ્રાઉન્ડ આપી જુઓ 25 લાખ લોકો ભેગા કરીશ. વધુમાં તેણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સરકાર પાટીદારોને ગેરમાર્ગે દોરી રહી છે. જે ઓબીસીમાં અનામત આપવી હોય તો સવારે બેસે અને સાંજ પડતા સુધીમાં પાટીદારોને અનામત મળી પણ જાય. સરકારે બીજા રાજ્યના અનામત મળ્યાના પુરાવા માંગ્યા હતા. તે પણ આપી દેવામાં આવ્યા હતા.

હાર્દિકની આ સભામાં દલિત નેતા જીજ્ઞેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહ્યો હતો. તે હાર્દિકનું સ્વાગત  કરવા માટે રતનપુર બોર્ડરેથી ગુજરાત પ્રવેશ કર્યો ત્યારે જીજ્ઞેનશ ત્યાં ઉપસ્થિત રહ્યો હતો.