Death Anniversery/ શબ્દોના ‘જાદુગર’ ગીતકાર સાહિર લુઘિયાનવીની રચના આજે પણ લોકોના દિલમાં

સાહિત્યમાં સાહિર લુઘિયાનવીના યોગદાન બદલ ૯૦મી વર્ષગાંઠ પર તેમના સન્માનમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી

India Trending Entertainment
YouTube Thumbnail 2023 10 25T150008.768 શબ્દોના ‘જાદુગર’ ગીતકાર સાહિર લુઘિયાનવીની રચના આજે પણ લોકોના દિલમાં

‘ઔરત ને જન્મ દિયા મર્દોં કો, મર્દોં ને ઉસે બાજાર દિયા’ આ ગીતના ગીતકારને કોણ ભૂલી શકે. ગીતકાર સાહિર લુઘિયાનવીના ગીતો આજે પણ લોકો પસંદ કરે છે. સાહિર લુઘિયાનવીનું મૂળ નામ અબ્દુલ હયી છે. તેમના ગીતોએ ભારતની હિન્દી ફિલ્મોને વધુ ઉંચાઈ આપી. આજે (25 ઓક્ટોબર) સાહિર લુઘિયાનવીની પુણ્યતિથિ છે. તેમનું મૃત્યુને દાયકાઓ થયા છતાં આજે પણ તેમનો ગીતો તેમની કવિતા લોકો ગાય છે.

ભારતીય સિનેમાના લોકપ્રિય ગીતકાર સાહિર લુઘિયાનવી મૂળ એક શાયર હતા. તેમણે હિન્દી અને ઉર્દૂ ભાષામાં શાયરીઓ લખી છે. સાહિર સાહેબ ફિલ્મોમાં ગીત લખતા પહેલા જ અત્યંત લોકપ્રિય શાયર બની ચૂક્યા હતા. કોલેજ દરમ્યાન શાયરીનો શોખ વધુ ગાઢ બન્યો હતો. આ શોખના કારણે જ તેઓ કોલેજ દરમ્યાન શાયર તરીકે લોકપ્રિય થયા હતા. લાહોર આવ્યા બાદ 1945માં તેમનો પહેલો ઉર્દૂ સંગ્રહ તલખિયાં (કડવાહટ)પ્રકાશિત થયો હતો.

સાહિર લુઘિયાતનવીનો જન્મ 8 માર્ચ, 1921ના રોજ થયો હતો. પાકિસ્તાન સાથેના વિભાજન બાદ સાહિર લાહોર છોડી દિલ્હી આવ્યા અને ત્યારપછી મુંબઈમાં સ્થાયી થયા. સાહિર લુઘિયાનવી માટે કહેવાય છે કે મહિલાઓ તેમની શાયરી પાછળ પાગલ હતી. આથી જ મહિલાઓ સાહિરની શાયરીના પુસ્તકો પોતાના ઓશિકા નીચે મુકી સૂઈ જતા. કેમકે તેઓ એવું માનતા કે ક્યાંક સપનામાં સાહિર સાથે મુલાકાત થઈ જાય. અમૃતા પ્રીતમ પણ સાહિર પ્રત્યે આર્કષાયા હતા. સાહિર અને અમૃતા પ્રીતમની લવસ્ટોરી વધુ આગળ ના વધી શકી. અને એક અફવા સામે તેમના પ્રેમે દમ તોડ્યો. ત્યારબાદ અમૃતા પ્રીતમનું નામ ઇમરોજ સાથે જોડાયું.

ગુરુદત્તની ફિલ્મ ‘પ્યાસા’નું ગીત-સંગીત એ જમાનામાં ખૂબ જ લોકપ્રિય થયું હતું. જો કે ફિલ્મના ગીતોના શ્રેયને લઈને સાહિર સાહેબ અને સચિનદેવ બર્મનના સંબંધોમાં ખટાશ આવી. બંનેના મિત્ર ગુરુદત્ત હતા. તેમના માટે આ બાબત વધુ મુશ્કેલ બની. પરંતુ ગુરુદત્ત પોતાના સાથીદાર પસંદ કરવામાં હોંશિયાર હતા. તેમણે ‘કાગઝ કે ફૂલ’ના ગીત કૈફી આઝમી પાસે લખાવ્યા અને સચિન દેવ બર્મનને પણ પોતાની સાથે રાખ્યા.

સાહિરના ગીત ‘વક્ત ને કિયા ક્યા હસીં સિતમ, તુમ રહે ન તુમ, હમ રહે ન હમ, બેકરાર દિલ ઇસ તરહ મિલે, જિસ તરહ કભી હમ જુદા ન થે, તુમ ભી ખો ગયે, હમ ભી ખો ગયે, એક રાહ પર ચલકે દો કદમ.’ જેવા અગણિત ગીતો ફિલ્મ જગતમાં બહુ લોકપ્રિય થયા છે. આ શબ્દો માણસો માટે શ્વાસ બને છે. અને આ શબ્દો જ મનુષ્યને ટકાવી રાખે છે. શબ્દોથી વ્યક્ત થતી વ્યથા અને કથા લોકો માટે અભિવ્યક્તિનું માધ્યમ બને છે. શાયર અને ગીતકાર સાહિર લુઘિયાનવીની રચનાઓ આજે પણ અમર છે. 25 ઓક્ટોબરના રોજ હૃદયરોગના હુમલાના કારણે સાહિર લુઘિયાનવી મૃત્યુ થયું હતું. સાહિત્યમાં સાહિર લુઘિયાનવીના યોગદાન બદલ ૯૦મી વર્ષગાંઠ પર તેમના સન્માનમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 શબ્દોના ‘જાદુગર’ ગીતકાર સાહિર લુઘિયાનવીની રચના આજે પણ લોકોના દિલમાં


આ પણ વાંચો : Online Gaming-GST/ દેશમાં ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડનો જીએસટી ચૂકવવા નોટિસ

આ પણ વાંચો : નવી દિલ્હી/ India નહીં ભારત… તમામ પુસ્તકોમાં બદલાશે દેશનું નામ,જાણો કોણે આપી મંજૂરી

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ ઇઝરાયલનો બેવડો હુમલો, હમાસ બાદ હિઝબુલ્લાની જગ્યાઓ પર બોમ્બ વરસ્યા, ઘણી ચોકીઓ નાશ પામી