Not Set/ પ્રથમ 50 દિવસોમાં, મોદી સરકારે સંરક્ષણ સોદા પર 8,500 કરોડ ખર્ચ્યા

મોદી સરકારે  તેના બીજા કાર્યકાળનાં પહેલા 50 દિવસોમાં, ભારતીય સૈન્ય અને હવાઇ દળ માટે મિસાઇલ્સ અને હથિયાર પ્રણાલીઓનાં હસ્તાંતરણ પર 8,500 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ભારતીય હવાઇ દળ (આઈએએફ) એ સ્પાઇસ-2000, સ્ટ્રમ અટાકા એટીજીએમ અને મિસાઈલ્સની ખરીદીમાં 8,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે અને ઇમરજન્સી પ્રાપ્તિ માર્ગ હેઠળ મોટું ફંડ […]

Top Stories India
Donations to Indian Army for Battle Casualties and Weapons Purchase e1531822851639 પ્રથમ 50 દિવસોમાં, મોદી સરકારે સંરક્ષણ સોદા પર 8,500 કરોડ ખર્ચ્યા

મોદી સરકારે  તેના બીજા કાર્યકાળનાં પહેલા 50 દિવસોમાં, ભારતીય સૈન્ય અને હવાઇ દળ માટે મિસાઇલ્સ અને હથિયાર પ્રણાલીઓનાં હસ્તાંતરણ પર 8,500 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

rafael પ્રથમ 50 દિવસોમાં, મોદી સરકારે સંરક્ષણ સોદા પર 8,500 કરોડ ખર્ચ્યા

સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ભારતીય હવાઇ દળ (આઈએએફ) એ સ્પાઇસ-2000, સ્ટ્રમ અટાકા એટીજીએમ અને મિસાઈલ્સની ખરીદીમાં 8,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે અને ઇમરજન્સી પ્રાપ્તિ માર્ગ હેઠળ મોટું ફંડ ફાળવવામા આવ્યું છે. પુલવામા હુમલા બાદ, કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેની સરહદો પર સુરક્ષા માટે તેમના દ્વારા જરૂરી સાધનો ખરીદવા માટે સેનાની ત્રણેય પાંખોને તાત્કાલિક  મંજૂરી આપી હતી .

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે 2014માં સરકારની રચના પછી 2019 ની ચૂંટણીઓની સમાપ્તિ થાય તે પહેલાં કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા યોજનાં મુજબ, આપવામાં આવેલી સત્તાઓ હેઠળ સુરક્ષા દળો પ્રત્યેક કેસમાં રૂ. 300 કરોડ સુધીનો ખર્ચ ત્રણ મહિનાની અંદર તેમની પસંદગીના સાધનો ખરીદી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.