Rajkot/ રાજકોટ પોલીસ કમિશનકાંડ મામલો, ફરિયાદી સખિયા બંધુએ રજૂ કર્યા પુરાવા 

પોલીસ અધિકારીઓએ અઢળક સંપત્તિ ભેગી કરી છે. આટલા રૂપિયા આવે છે ક્યાંથી તેણી તપાસ થવી જોઈએ. 

Top Stories Gujarat Rajkot
સખિયા રાજકોટ પોલીસ કમિશનકાંડ મામલો, ફરિયાદી સખીયા બંધુએ રજૂ કર્યા પુરાવા 

ગુજરાત રાજ્યમાં રાજકોટ ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ  કમિશનકાંડના આરોપી લગાવવામાં આવ્યા છે. અને આ કેસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કેસમાં ફરિયાદી સખિયા બંધુઓ દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ફરિયાદીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

સખિયા બંધુઓ પ્રેસ કૉંફરેન્સ દ્વારા નિવેદન આપતા જણાવ્યા હતું કે, રાજકોટ પોલીસના કટકીકાંડનો મામલો બધા જ જાણે છે. પોલીસે બોલાવીને સાડા ચાર લાખ પરત આપ્યા છે. મારા મતે બધા સામે ગુનો દાખલ થવો જોઈએ. પોલીસ અધિકારીઓએ અઢળક સંપત્તિ ભેગી કરી છે. આટલા રૂપિયા આવે છે ક્યાંથી તેણી તપાસ થવી જોઈએ.

સખિયા બંધુએ બે વીડિયો ક્લીપ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મીડિયાને પણ મારા વીડિયો આપીશ સાથે મે ક્રાઈમબ્રાંચમાં વીડિયો ક્લીપ રજૂ કરી છે. અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે કલાક સુધી અમારા નિવેદન લેવાયા હતા. સખીયા બંધુઓએ ત્રીજી વખત નિવેદન નોંધાવ્યું હતું. ‘પેન ડ્રાઇવમાં  વીડિયો રજૂ કર્યો’ હતો.  નોંધનીય છે  કે આ કેસમાં 3 ફેબ્રુઆરીના દિવસે ફરિયાદ દાખલ થઇ હતી. 3 ફેબ્રુઆરી, 2022ના રોજ જ્યારે FIR દાખલ કરવામાં આવી જે બાદ પોલીસે 4.5 લાખ રૂપિયા મારા પુત્ર કિશનને પરત આપવામાં આવ્યાં.

આ કેસમાં ACB દ્વારા તપાસ થવી જોઈએ
સખિયા બંધુ દ્વારા કમિશન કાંડના પુરાવા રજૂ કરવામાં આવ્યાં
સખિયા બંધુ દ્વારા કમિશન કાંડના પુરાવા રજૂ કરવામાં આવ્યાં છે. તે પૈકી કેટલાંક વીડિયો પણ સામે આવ્યાં છે. જેમાં દુકાનના દસ્તાવેજ અને નાણાંકીય વ્યવ્હાર અંગે વાતચીત કરવામાં આવી રહી છે.

મનોજ અગ્રવાલ ને વિકાસ સહાયનું તેડું 

કથિત કૌભાંડ કેસમાં રાજકોટ પોલિસ કમિશનર મનોજ અગ્રવાલને ગાંધીનગરનું તેડું આવ્યું છે. dgp વિકાસ સહાયને નિવેદન આપવા મનોજ  અગ્રવાલ ગાંધીનગર પહોંચ્યા છે. વિકાસ સહાય આ કેસમાં તપાસ અધિકારી છે.

 

Surat / કોમ્બિંગ દરમિયાન તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયાર મળી આવ્યા, શા માટે લોકો રાખી રહ્યા છે હથિયાર ?

Temple / છત્તીસગઢના આ મંદિરના દર્શન કરવાથી મળે છે ચાર ધામની યાત્રાનું ફળ, ભગવાનના 3 રૂપમાં દર્શન થાય છે

જ્યોતિષશાસ્ત્ર / 23 માર્ચ સુધી ગુરુ રહેશે અસ્ત, આ 4 રાશિઓએ રાખવી પડશે સાવધાની, અશુભ પરિણામથી બચવા આ ઉપાયો

Life Management / બહેરો વ્યક્તિ પહાડ ચઢવાની પ્રતિયોગીતા જીતી ગયો, તેની જીતનું કારણ જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા