Not Set/ ભાગેડુ વિજય માલ્યા લંડનમાં માણી રહ્યા હતા ક્રિકેટ મેચ, ભારત પરત આવવા મુદ્દે આપ્યો આવો જવાબ

લંડન ભારતીય બેન્કના અરબો રૂપિયા લઈને ફરાર થઇ ગયેલ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા શુક્રવારે લંડનના રસ્તા પર જોવા મળ્યા હતા. વિજય માલ્યા તેમના ક્રિકેટ પ્રત્યેના લગાવ માટે દુનિયાભરમાં જાણીતા છે. લંડનના ઓવલ ક્રિક્રેટ ગ્રાઉન્ડમાં તેઓ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોવા માટે આવ્યા હતા. #WATCH: Vijay Mallya when asked if he will go back […]

Top Stories World Trending
726511 vijay mallya latest ભાગેડુ વિજય માલ્યા લંડનમાં માણી રહ્યા હતા ક્રિકેટ મેચ, ભારત પરત આવવા મુદ્દે આપ્યો આવો જવાબ

લંડન

ભારતીય બેન્કના અરબો રૂપિયા લઈને ફરાર થઇ ગયેલ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા શુક્રવારે લંડનના રસ્તા પર જોવા મળ્યા હતા. વિજય માલ્યા તેમના ક્રિકેટ પ્રત્યેના લગાવ માટે દુનિયાભરમાં જાણીતા છે. લંડનના ઓવલ ક્રિક્રેટ ગ્રાઉન્ડમાં તેઓ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોવા માટે આવ્યા હતા.

જયારે તેઓ સ્ટેડીયમમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે તેઓ ભારત ક્યારે પાછા આવશે. પત્રકારના આ પ્રશ્ન પર પહેલા તો વિજય માલ્યા હસ્યા ત્યારબાદ બીજી વખત પ્રશ્ન પૂછાતા તેમણે જવાબ આપ્યો કે આ નિર્ણય ભારતની કોર્ટ કરશે. તો બીજી તરફ ભારતની કોર્ટ વિજય માલ્યાને ભારત પરત લાવવા માટે પ્રયત્ન કરી રહી છે.

વિજય માલ્યાએ પત્રકારોને કહ્યું હતું કે તે સ્ટેડિયમની બહાર કોઈ ઈન્ટરવ્યું નહિ આપે.

તમને જણાવી દઈએ કે જુન મહિનામાં ભાગેડુ વિજય માલ્યાએ કર્ણાટકની હાઇકોર્ટ જોડે પોતાની સંપત્તિ વેચવાની અનુમતિ માંગી હતી. તેને એક પત્રમાં લખ્યું હતું કે ૨૨ જુનના રોજ મેં અને યુનીએચએલએ કર્ણાટકની હાઇકોર્ટને એક આવેદન આપ્યું છે જેમાં આશરે ૧૩,૯૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ વેચવા માટેની મંજૂરીનો ઉલ્લેખ કર્યો છે. માલ્યાએ આ સંપત્તિ વેચીને તેના રૂપિયા લેણદારો અને ભારતની સરકારી બેન્કને સોંપવા માટે વિંનતી કરી છે.