Saudi Arabia helped Pakistan: સાઉદી અરેબિયાએ ફરી એકવાર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને મદદનો હાથ લંબાવ્યો છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનમાં તેમનું રોકાણ વધારીને 10 અબજ ડોલર કરવાની જાહેરાત કરી છે.સત્તાવાર સાઉદી સમાચાર એજન્સી અનુસાર, ક્રાઉન પ્રિન્સે સાઉદી ડેવલપમેન્ટ ફંડને પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકમાં સાઉદી થાપણોની રકમને પાંચ અબજ ડોલર સુધી વધારવામાં આવશે.અગાઉ ઓગસ્ટ 2022માં પણ પાકિસ્તાનમાં રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં પણ સાઉદી અરેબિયા દ્વારા કેન્દ્રીય બેંકમાં જમા કરવામાં આવેલી રોકડમાં વધારો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન ફરી એકવાર ડિફોલ્ટની આરે પહોંચી ગયું છે. ત્યાં વિદેશી મુદ્રા ભંડાર 5 અબજ ડોલરની નીચે પહોંચી ગયો છે, તેથી સાઉદી સરકારે ત્યાંની અર્થવ્યવસ્થા અને પાકિસ્તાનના લોકોને મદદ કરવા માટે આ પગલું ભર્યું છે.આ પહેલીવાર નથી જ્યારે સાઉદી અરેબિયા પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ આ અગાઉ પણ ઘણી વખત આવું કરી ચૂક્યું છે.
પાકિસ્તાન લાંબા સમયથી સાઉદીની મદદની રાહ જોઈ રહ્યું હતું. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે તાજેતરમાં જ કહ્યું હતું કે સાઉદી અરેબિયાથી ટૂંક સમયમાં પૈસા આવવાના છે.પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ એક વર્ષમાં બે વખત સાઉદી અરેબિયાની મુલાકાતે છે. તાજેતરમાં જ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પણ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા છે. આ મુલાકાતોનો હેતુ સાઉદી અરેબિયા પાસેથી આર્થિક મદદ મેળવવાનો હતો.
પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ગયા અઠવાડિયે પાંચ અબજ ડોલરની નજીક પહોંચી ગયો છે, જે તેના એક મહિનાનું આયાત બિલ ભાગ્યે જ ચૂકવી શકે છે. આ સિવાય પાકિસ્તાન પર વિદેશી લોનની જવાબદારી પણ છે અને જો તે સમયસર ચૂકવવામાં નહીં આવે તો ડિફોલ્ટ થવાની સંભાવના છે. વિદેશી મુદ્રા ભંડારની ભારે અછતને કારણે પાકિસ્તાન સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે અને ત્યાંના લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહી નથી.પાકિસ્તાનમાં કર્મચારીઓને સમયસર પગાર પણ નથી મળી રહ્યો. ત્યાંની સરકાર પાસે પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. સરકાર પણ વિદેશમાં પોતાની પ્રોપર્ટી વેચીને પૈસા એકઠા કરી રહી છે.