સામુહિક દુષ્કર્મ/ સોફ્ટવેર એન્જિનિયર પર ગેંગરેપ, બીજેપી પ્રવક્તાએ સરકાર પર સાધ્યું નિશાન

ઘટના 20 ઓક્ટોબરની સાંજની જણાવવામાં આવી રહી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, તે રસ્તાની બાજુમાં ઉભી રહીને તેના મિત્ર સાથે વાત કરી રહી હતી. જ્યારે 8 થી 10…

Top Stories India
Jharkhand Gang Rape

Jharkhand Gang Rape: ઝારખંડના ચાઈબાસામાં એક મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં પોલીસે 10 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. તેમજ આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ માટે સતત દરોડા ચાલુ છે. મળતી માહિતી મુજબ પીડિત મહિલા વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. તે ચાઈબાસાના મુફાસિલ પોલીસ સ્ટેશન હેઠળ કામરહાતુમાં ભાડાના મકાનમાં રહીને પોતાનું કામ કરે છે.

ઘટના 20 ઓક્ટોબરની સાંજની જણાવવામાં આવી રહી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, તે રસ્તાની બાજુમાં ઉભી રહીને તેના મિત્ર સાથે વાત કરી રહી હતી. જ્યારે 8 થી 10 લોકો ત્યાં આવી ગયા હતા અને માર માર્યા બાદ મિત્રોએ મહિલાને ઉપાડી જઇ સામુહિક બળાત્કારની ધૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે પીડિતાની હાલત ગંભીર થવા લાગી તો તમામ છોકરાઓ તેને ત્યાં છોડીને ભાગી ગયા. પીડિતા કોઈક રીતે ત્યાંથી તેના ઘરે આવી અને પરિવારના સભ્યોને સમગ્ર ઘટના જણાવી. પીડિતાએ જણાવ્યું કે બદમાશોએ પીડિતા અને તેના મિત્ર પાસેથી મોબાઈલ અને પાંચ હજાર રૂપિયા છીનવી લીધા. યુવતીના નિવેદન પર 10 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મામલો સામે આવ્યા બાદ બીજેપી પ્રવક્તા પ્રતુલ શાહદેવે હેમંત સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે હેમંત સરકારના કાર્યકાળ દરમિયાન બળાત્કારના 5000 થી વધુ કેસ નોંધાયા છે, પરંતુ ઝડપી ટ્રાયલ દ્વારા માત્ર 1% બળાત્કારીઓને સજા મળી છે. આ સરકારના કાર્યકાળમાં દીકરીઓ સાવ અસુરક્ષિત બની ગઈ છે. સરકારે તાત્કાલિક બળાત્કારીઓની ધરપકડ કરવા માટે કડક પગલાં લેવા જોઈએ અને પીડિતાની સારવાર માટે જરૂરી તમામ પગલાં લેવા જોઈએ. આ મામલે ઝારખંડ મુક્તિ મોરચાના પ્રવક્તા તનુજ ખત્રીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓ અને દીકરીઓના મામલે રાજનીતિ ન કરવી જોઈએ. દીકરીઓ અને મહિલાઓ સાથેની ઘટના બાદ ઝારખંડમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો:China/ ચીનના સામ્યવાદી પક્ષની બેઠકમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને દરવાજો દેખાડાયોઃ સિક્યોરિટી બળજબરીથી બહાર લઈ ગઈ