Not Set/ દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની મોટી બેઠક, ગુજરાત કોંગ્રેસનું નામ નક્કી થવાની પુરી સંભાવનાઓ

આ બેઠક માં હાર્દિક પટેલને કેમ્પેઈન કમીટીના ચેરમેન બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથેજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈને પણ ખાસ….

Top Stories Gujarat Others
બેઠક

ગુજરાત કોંગ્રેસને લઈને દિલ્હી ખાતે મળેલી બેઠક પૂર્ણ થઈ છે. મળતી માહિતી પ્રમાણે આવતા સપ્તાહ સુધીમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામની જાહેરાત કરવામાં આવશે. દિલ્હી ખાતે મળેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પણ હાજર રહ્યા હતા.જેમાં સૂત્રોથી માહિતી મળી રહે છે કે પ્રમુખ પદની રેસમાં જગદીશ ઠાકોરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જ્ઞાતિગત સમીકરણ જોતા હાઈકમાન્ડ પાટીદાર પ્રમુખ બનાવે તો વિપક્ષી નેતામાં ઓબીસીને સ્થાન મળી શકે છે.વિપક્ષી નેતા માટે વિરજી ઠુમ્મર અને પૂંજાભાઈ વંશનું નામ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો :રાજકોટ જિલ્લામાં ન્યુમોકોકલ ન્યુમોનિયા અટકાવવા પ્રથમ દિવસે જ 740 બાળકોને રસી અપાઈ

આદિવાસી નેતાને પણ વિશેષ જવાબદારી સોંપાઈ શકે છે.સાથે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને સલાહકાર મંડળમાં સમાવવામાં આવશે.આગામી ચૂંટણી જોતા કેમ્પેઈન કમિટીના ચેરમેન અને મહિલા પ્રમુખ તરીકે પણ નવા ચહેરાની પંસંદગી થઈ શકે છે.તો આ સાથે કોંગ્રેસ 15થી વધુ જિલ્લા-શહેરના પ્રમુખો બદલે તેવી શક્યતા જોવાઈ રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા 4 ઝોનમાં સેક્રેટરી પણ મૂકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

આ બેઠકમાં હાર્દિક પટેલને કેમ્પેઈન કમીટીના ચેરમેન બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથેજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈને પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે શક્તિસિંહ ગોહિલનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ નક્કી છે. આગામી 2 થી 3 દિવસમાં તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો :અમદાવાદના આ વિસ્તારમાંથી દૂર કરાયો કચરાનો ઢગલો, કરોડો રૂ.ના ખર્ચે કરાઈ કાયાપલટ

ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ હાલ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. અગામી 2 થી 3 દિવસોમાં પ્રદેશ પ્રમુખને લઈને નિર્ણય કરવામાં આવશે. આજે જે બેઠક યોજાઈ હતી તેમા જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસની સ્થીતીને લઈને લોકોને અવગત કર્યા હતા.

આ બેઠકમાં સૌથી ઉલ્લેખનીય વાત એ છે કે હાર્દિક પટેલે પ્રમુખ પદ વિડ્રો કર્યું છે. તો સાથેજ બીજી તરફ રાહુલ ગાંધી એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂત છે. ઉપરાંત આ બેઠકમાં રાહુલ ગાંધીએ સીનયર નેતાઓનો ઉઘડો પણ લીધો હતો તેવી માહિતી સામે આવી છે.

આ પણ વાંચો : મહેસુલ મંત્રીની માનવતા મહેકી ઉઠીઃ કર્મચારીનું તૂંટતુ ઘર બચાવી લીધુ

આ પણ વાંચો :ગુજરાતનું ગૌરવ વધારનાર પેરાલિમ્પિક્સ સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલને રૂ.૩ કરોડનો ચેક હર્ષ સંઘવીએ આપ્યો