Vapi/ e-way બિલ ની તપાસ કરતી આવકવેરા વિભાગની ટીમે ઝડપ્યો 23 લાખાનો વિદેશી દારુ

વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પર આજે ભીલાડ ની આવકવેરા વિભાગની ટીમ તપાસમાં હતી. ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહતુક વાહનો ને રોકી તેમાં માલ સામાનની થયેલી હેરાફેરી

Top Stories Gujarat Others Breaking News
WhatsApp Image 2020 11 23 at 10.21.21 AM e-way બિલ ની તપાસ કરતી આવકવેરા વિભાગની ટીમે ઝડપ્યો 23 લાખાનો વિદેશી દારુ

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પર આજે ભીલાડ ની આવકવેરા વિભાગની ટીમ તપાસમાં હતી. ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહતુક વાહનો ને રોકી તેમાં માલ સામાનની થયેલી હેરાફેરીના e-way બિલ ની તપાસ થઇ રહી હતી. એ વખતે જ આવકવેરા વિભાગે મુંબઈ તરફથી આવી રહેલી વી ટ્રાન્સ કંપની ની એક કન્ટેનર ને રોકી હતી અને તેમાં ભરેલા સામાન અંગના બિલ અંગે આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.

કન્ટેનર ચાલક ટીમને તેની પાસે રહેલા જરૂરી કાગળો અને બિલ આપી ત્યાં ઊભો હતો. જોકે ત્યાર બાદ મોકો મળતાં જ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ આવકવેરા વિભાગે હાથ ધરેલી તપાસમાં માંથી મળેલા e way bill નકલી હોવાનું બહાર આવ્યું હતું.  અને નકલી ewaybill ના કૌભાંડની આડમા ગેરકાયદેસર સામાનની હેરાફેરી થઈ રહી હતી. આમ પોલીસે કન્ટેનર રોકી અને નકલી e waybill કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

WhatsApp Image 2020 11 23 at 10.21.21 AM 1 e-way બિલ ની તપાસ કરતી આવકવેરા વિભાગની ટીમે ઝડપ્યો 23 લાખાનો વિદેશી દારુ

જોકે બગાસું ખાતા પતાસું ત્યારે ફળિયું જ્યારે આવકવેરા વિભાગની ટીમે રોકેલી કન્ટેનરમાં તપાસ કરતાં જે સામાન દેખાયો તે સામાન જોઈને ખુદ આવકવેરા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. કારણ કે કન્ટેનરમાં ભરેલા સામાનના ewaybill માં દર્શાવવામાં આવેલી કોઈ વસ્તુ નહીં, પરંતુ વિદેશી દારૂની મોટો જથ્થો ભરેલો હતો. આથી આવકવેરા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. આથી તેઓએ પહેલા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો . આથીપારડી પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. અને પોલીસે પણ આ મામલે સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. કન્ટેનરમાં ૨૩ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થથો અને કન્ટેનર મળી ૩૩ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

WhatsApp Image 2020 11 23 at 10.21.22 AM e-way બિલ ની તપાસ કરતી આવકવેરા વિભાગની ટીમે ઝડપ્યો 23 લાખાનો વિદેશી દારુ

 રાજ્ય આવક વેરા વિભાગ ભીલાડ કે નાં અધિકારી  કે એસ અસારી દ્વારા જણાવવામાં આવ્યું કે, મહત્વપૂર્ણ છે કે, દેશમાં ટેક્સના માળખાના સરડીકરણ માટે જીએસટી અને ewaybill સહિતની નવી પદ્ધતિનો અમલ કરવામાં આવી રહ્યો છે. આથી રાજ્યમાંથી ચેકપોસ્ટ અને અન્ય ચેકનાકા પણ દૂર થઈ ગયા છે અને ewaybill ના આધારે સામાનની હેરફેર થઈ રહી છે ..પરંતુ હવે ભેજાબાજ ટ્રાન્સપોર્ટ રો નકલી બિલ ના આધારે ગેરકાયદેસર સામાનની હેરાફેરી પણ કરતા હોવાનું બહાર આવી રહ્યું છે.

આ આ કૌભાંડમાં પણ અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલી કન્ટેનર માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.. ગણતરી કરતાં ૨૩ લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થો હતો. સંબંધિત વિભાગના અધિકારીઓના મત મુજબ અમુક સોફ્ટવેર ના આધારે ભેજાબાજો ewaybill ના તારીખ અને સમયમાં ફેરફાર કરી અને ત્યારબાદ બિલમાં દર્શાવેલા સામાન ની જગ્યાએ બંધ કન્ટેનરોમાં કે ટ્રકોમાં ગેરકાયદેસર સામાનની હેરાફેરી કરતા હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. આમ આવકવેરા વિભાગે રોકેલા કન્ટેનરમાં નકલી waybill કૌભાંડ ઝડપાયું હતું ..પરંતુ એથી પણ વિશેષ ચોંકાવનારી વાત એ હતી કે આ કન્ટેનરમાં મરચાની ઉત્પાદનની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ હતી.. અને વી ટ્રાન્સ કંપની સાથે પણ આ ટ્રક નો કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો થયો છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….