રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગઇકાલે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સ્મૃતિ ઈરાની અને હાર્દિક પટેલ ઉમેદવારોને વિજયી બનાવવા માટે મેદાને ઉતર્યા હતા. હાર્દિક પટેલની મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોકમાં જંગી સભા યોજાઇ હતી. સભા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે અમે 45 સીટથી રાજકોટમાં ચૂંટણી જીતીશું. આ પહેલા 2015ની ચૂંટણીમાં માત્ર પાટીદાર સમાજ ભાજપથી નારાજ હતો પરંતુ આ વર્ષે તમામ સમાજ ભાજપથી નારાજ છે. ભાજપની બેઠકો બિનહરિફ થઇ તે બાબતે હાર્દિકે જણાવ્યું હતું કે, પાર્ટીએ ટિકિટ આપવામાં ચૂક કરી હશે.હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે અમને પાર્ટી હાઇ કમાન્ડ તરફથી 45 સીટથી વધુનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અને અમે આ ટાર્ગેટ હોંશભેર પૂરો કરીશું. કારણ કે અછેમને હાલ પ્રજા તરફથી જે બહોળો પ્રતિસાદ મળી રહ્યો , જે પ્રેમ મળી રહ્યો છે તેના આધારે હું ચોક્કસપણે કહું છું કે જનતા કોંગ્રેસની સાથે છે.
TERROR / વિદેશી પ્રતિનિધિઓના પ્રવાસ દરમિયાન શ્રીનગરમાં આતંકીઓનું ફાયરિંગ, 3 ની ધરપકડ
આ ઉપરાંત હાર્દિક પટેલે ભાજપ પર સીધા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ અનેક જગ્યાએ ખોટી રજુઆતો કરીને વિજય મેળવવા પ્રયત્ન કર્યો છે. હું મારી વાત એક ઉદાહરણથી સમજાવું તો જ્યારે અમારા અશોકભાઈ ડાંગરે 2ને 45 મિનિટે વોર્ડ નં 1થી 4ના મેન્ડેટ જમા કરાવી દીધા છતાં ભાજપના આગેવાનોએ એવા આક્ષેપ લગાવ્યા હતા કે ફોર્મ સમયસર ભરાણા નથી. હવે જે લોકો પૂર્વ મેયર પર આવા નકામા આક્ષેપો લાગતા હોય એ લોકો આવી જ રજુઆતો કરી શકે. ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા જ ખોટા દાવા રજૂ કરી મત મેળવવા ભાજપ પ્રયત્ન કરે છે. આમાં ચૂંટણીપંચે તટસ્થ રહીને ચૂંટણી પ્રક્રિયા નિભાવવી જોઈએ. પરંતુ એ લોકો પણ ભાજપના રંગે રંગાઈ ગયા છે.
નિધન / ગાંધી પરિવારના નિકટતમ કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેપ્ટન સતીષ શર્માનું ગોવામાં નિધન
કોંગ્રેસ પક્ષનો બચાવ કરતા નજરે પડ્યા હતા,કોંગ્રેસ પક્ષમાં નારાજગીના કારણે ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચવાના મુદ્દે વાત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, દરેક પક્ષમાં કોઈને કોઈ કાર્યકર નારાજ હોય છે. ચૂંટણી સમયે નારાજ થાય તે સ્વાભાવિક છે. ભાજપમાં પણ ઘણા એવા ઉમેદવારો છે પણ તે સત્તામાં છે એટલે તેના કાર્યકરો બોલતા નથી. અમે અમારા પક્ષમાં દરેક કાર્યકરને બોલવાની છૂટ આપી છે એટલે એ લોકો વિરોધ કરે છે.ભાજપની બિનહરીફ બેઠક પર વિજય મેળવવા વિશે વાત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, શક્ય છે કે ક્યાંકને ક્યાંક પાર્ટીથી ટિકિટ ફાળવણીમાં ચૂક રહી હશે. એટલે ભાજપને કેટલીક બેઠકો બિનહરીફ મળી છે. પણ કોંગ્રેસ એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે જે લોકો માટે કામ કરવા માગતા હોય અને પદને લાયક હોય.આપના પ્રચાર-પ્રસારને મજાકમાં ઉડાવી હાર્દિકે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી તો મેદાનમાં જ નથી. કોંગ્રેસને બેનર મારવામાં પણ મંજૂરી મળતી નથી પણ આપને મળે છે. એનો મતલબ તમે સમજી શકો છો. આપ અત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર કરી રેલી કરે છે. એમ અમે પણ સુરતમાં 5 હજારથી વધુ લોકોની રેલી કરી હતી. પરિણામ તમારી સામે છે. આ જંગ માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે અને કોંગ્રેસ જ જીતશે.
Attack / પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર અજાણ્યા હુમલાખોરોએ બોમ્બ ફેંક્યા, મમતાનાં મંત્રી ઝાકીર હુસેન ઘાયલ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…