Not Set/ દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1,054 કેસ,29 દર્દીઓના મોત

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 29 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં 11,132 સક્રિય કેસ છે. રિકવરી રેટ હાલમાં 98.76% છે.

Top Stories India
11 8 દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1,054 કેસ,29 દર્દીઓના મોત

ભારતમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ આગળ વધી રહ્યા છે પરતું નવા વેરિઅન્ટ મળી આવતા કેન્દ્ર સરકાર સજાગ બની છે અને તાડમાર તૈયારીઓ ફરી શરૂ કરી દીધી છે અને પાંચ રાજ્યોને એલર્ટની જાણ કરતો પત્ર લખ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 1,054 નવા કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, એક દિવસ પહેલા 1,150 નવા કેસ નોંધાયા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 185.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 29 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં 11,132 સક્રિય કેસ છે. રિકવરી રેટ હાલમાં 98.76% છે.

છેલ્લા 24 કલાકમાં 1,258 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,02,454 થઈ ગઈ છે. દૈનિક હકારાત્મકતા દર 0.25% છે. બાય પોઝીટીવીટી રેટ 0.23% છે. અત્યાર સુધીમાં 79.38 કરોડ કોરોના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,18,345 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાયરસના સંક્રમણના આઠ નવા કેસ સામે આવતાં, જિલ્લામાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,08,841 થઈ ગઈ છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે થાણેમાં કોરોનાને કારણે કોઈ મૃત્યુ ન થવાને કારણે મૃત્યુઆંક 11,883 રહ્યો છે. જિલ્લામાં કોવિડ-19 મૃત્યુદર 1.67 ટકા નોંધાયો છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે પડોશી પાલઘર જિલ્લામાં કોવિડ-19ના કુલ કેસ વધીને 1,63,598 થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક 3,407 પર પહોંચી ગયો છે.