closing ceremony/ IPLની ક્લોઝિંગ સેરેમનીમાં જોવા મળી શકે છે આ બોલીવુડ સ્ટાર,એ.આર.રહેમાને તૈયાર કર્યું ખાસ સંગીત!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બોલિવૂડના કલાકાર રણવીર સિંહ, આમિર ખાન અને એ આર રહેમાન હાજર રહે તેવી શક્યતા છે,

Top Stories Sports
5 51 IPLની ક્લોઝિંગ સેરેમનીમાં જોવા મળી શકે છે આ બોલીવુડ સ્ટાર,એ.આર.રહેમાને તૈયાર કર્યું ખાસ સંગીત!

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ફાઇનલ રમાવવાની છે, ફાઇનલની તમામ ટિકિટોનું વેચાણ ગણતરીના કલાકોમાં જ થઇ ગયું હતું,મહત્વની વાત એ છે કે આઇપીએલની સમાપ્ત થતાં પહેલા ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવુડનો જલવો જોવા મળશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બોલિવૂડના કલાકાર રણવીર સિંહ, આમિર ખાન અને એ આર રહેમાન હાજર રહે તેવી શક્યતા છે, IPLની ફાઇનલ માટે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં જબરજસ્ત ક્રેઝ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ફાઈનલની ટિકિટ મેળવવા માટેની દોડધામની સાથોસાથ હોટલ બૂકિંગ અને ફલાઇટ બૂકિંગમાં પણ મોટો વધારો થયો છે.

29મી પૂર્વે 27મીએ ક્વોલીફાયર-2 મેચ પણ રમાવાની છે. આઈપીએલના આ બે મહત્વપૂર્ણ હાઈવોલ્ટેજ મુકાબલા પૂર્વે જબરદસ્ત ક્રિકેટ ક્રેઝ સર્જાયો છે. કારણ કે તેમાં ક્રિકેટ અને બોલિવૂડનું સંગમ થવાનું છે. ફાઈનલ મેચ પૂર્વે 50 મિનિટનો પૂર્ણાહુતિ સમારોહ યોજાવાનો છે, જેમાં 300 કલાકારો ભાગ લેવાના છે. એ.આર.રહેમાન અને રણવીરસિંહ ઉપરાંત આમિર ખાન પણ પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે હાજર રહે તેવી શક્યતા છે. અન્ય કેટલાંક બોલિવૂડ કલાકારો પણ હાજર રહેશે.

એ.આર.રહેમાન ભારતીય ક્રિકેટનાં 75 વર્ષ અને આઝાદીના 75 વર્ષના ઉપલક્ષ્યમાં ખાસ સંગીત પીરસશે. રણવીરસિંહ ડાન્સ પરફોર્મન્સ આપશે. તેની કોરિયોગ્રાફી શ્યામક દાવર દ્વારા કરવામાં આવી છે. ફાઈનલમાં પ્રથમ જ વખત આઈપીએલ રમનારી ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી હોવાથી ગુજરાતી ક્રિકેટ ચાહકો એકદમ ઉત્સાહમાં છે.