Not Set/ સુરત:પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં આગ, 6 ફાયર ફાયટરો પહોંચ્યા ઘટના સ્થળે

સુરત ફાયર વિભાગની આટલી કાળજી છતાંય લોકો હજુ પણ ફાયર સેફટીના મુદ્દે પરું રીતે સજાગ બન્યા નથી હજુ પણ સુરત ખાતે છાસવારે આગજની ના બનાવો બની રહ્યા છે. સુરતની એક ફેકટરીમાં આગની ઘટના બનીચે. સુરત સચિન ખાતે આવેલી પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સચિન હોજીવાલા રોડ નંબર6 પર આવેલી પ્લાયવુડની ફેક્ટરીમાં આગ […]

Top Stories Gujarat Surat
gandhinagar 5 સુરત:પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં આગ, 6 ફાયર ફાયટરો પહોંચ્યા ઘટના સ્થળે

સુરત ફાયર વિભાગની આટલી કાળજી છતાંય લોકો હજુ પણ ફાયર સેફટીના મુદ્દે પરું રીતે સજાગ બન્યા નથી હજુ પણ સુરત ખાતે છાસવારે આગજની ના બનાવો બની રહ્યા છે. સુરતની એક ફેકટરીમાં આગની ઘટના બનીચે. સુરત સચિન ખાતે આવેલી પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સચિન હોજીવાલા રોડ નંબર6 પર આવેલી પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી છે. સુરતના સચિન પલસાણા રોડ પર આવેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગનો બનાવ બન્યો હતો..રોડ નમ્બર 6 પર આવેલા પ્લાય અને પુઠ્ઠાના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી..અને આખા ગોડાઉનમાં પ્રસરી હતી..ગોડાઉન આખું લોખંડના પતરાથી કવર થયેલું હતું જેથી ફાયર વિભાગને આગ સુધી પહોંચવા ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુરત મનપા, હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સચિન અને કડોદરા ફાયર સ્ટેશનની 15થી પણ વધુ ગાડીઓ પહોંચી હતી.જોકે આગમાં મોટાભાગનો પુઠ્ઠા અને પ્લાયનો સામાન તેમજ 10થી પણ વધુ દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ કરોડોનું નુકશાન થયું હતું.

આગ લાગતા અફરતાફરીનો માહોલ સર્જયો હતો. ઘટના ની જાણ થતા 6 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે. યુધ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન હાલ લગાવવમ આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.