Not Set/ ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોમાં 25 ટકાનો કર્યો વધારો

ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોમાં 25 ટકાનો વધારો કર્યો  છે. પ્રોફેશનલ અભ્યાકક્રમોમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની મર્યાદા 25 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. રાજ્યની વ્યવસાયિક ટેક્નિકલ કોર્સની સ્વનિર્ભર કોલેજોમાં હવે 15 ટકા NRI, 35 ટકા મેનેજમેન્ટ ક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યનાં […]

Gujarat Others
vijay rupani ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોમાં 25 ટકાનો કર્યો વધારો

ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોમાં 25 ટકાનો વધારો કર્યો  છે. પ્રોફેશનલ અભ્યાકક્રમોમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની મર્યાદા 25 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. રાજ્યની વ્યવસાયિક ટેક્નિકલ કોર્સની સ્વનિર્ભર કોલેજોમાં હવે 15 ટકા NRI, 35 ટકા મેનેજમેન્ટ ક્વોટા જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે રાજ્યનાં વિદ્યાર્થીઓનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી રુપાણીએ પ્રોફેશનલ અભ્યાકક્રમોમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની મર્યાદા 25 ટકાથી વધારીને 50 ટકા કરવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે. આ મેનેજમેન્ટ ક્વોટામાં એનઆરઆઈ સહિતના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને અનુદાનિત સંસ્થાની તમામ એટલે કે 100 ટકા બેઠકો સરકારી બેઠકો તરીકેની જોગવાઈ છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની સંખ્યા માટે જોગવાઈ 50 ટકા કરવામાં આવી છે. જેમાં, સ્વનિર્ભર સંસ્થાઓ/ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં પ્રથમવાર 15 ટકા NRI બેઠકો સહિત ઓલ ઈન્ડિયાનાં ધોરણે ગુજરાત સહિતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓનો અને વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતાં લાયકાત ધરાવતાં વિધાર્થીઓની સામે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા વધારે છે. ડિગ્રી ઈજનેરીમાં અંદાજે 73000 બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે ગુજરાતમાં દર વર્ષે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની એ-ગ્રુપની પરીક્ષામાં સરેરાશ 40000 વિદ્યાર્થીઓ પાસ થાય છે જેથી લગભગ 50 ટકા બેઠકો પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે અગાઉથી જ ખાલી રહે છે. રાજયમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં સ્વનિર્ભર સંસ્થાઓની હાલની મેનેજમેન્ટ કવોટાની 25 ટકા બેઠકો ભરવાની જોગવાઈ છે તેમ છતાં ખાનગી સંસ્થાઓમાં અંદાજે 50 ટકા જેટલી બેઠકો છેલ્લા થોડા વર્ષોથી ભરાતી નથી. જેના પરિણામે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની હાલની જોગવાઈ 50 ટકા કરવાથી સ્વનિર્ભર સંસ્થાઓ, ખાનગી યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડથી જ એનઆરઆઈ તેમજ ગુજરાત બહારના વિધાર્થીઓ મેનેજમેન્ટ ક્વોટામાં અરજી કરી શકશે. આ સંખ્યા વધવાથી વધુ સંખ્યામાં આ ખાલી રહેતી બેઠકો ભરી શકાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે હંમેશા રાજયના હજારો વિધાર્થીઓના હિતમાં અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે વિધાર્થીઓના હિતમાં રાજય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લઈને પ્રોફેશનલ અભ્યાસક્રમો જેવા કે, એમ.બી.એ., એમ.સી.એ., એન્જીનિયરીંગ, આર્કિટેક અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ ક્વોટાની હાલની 25 ટકા બેઠકોની મર્યાદા વધારીને 50 ટકા કરવામાં આવી છે. વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં કરવામાં આવેલા મહત્વના સુધારાથી હવે રાજયના વિધાર્થીઓને સરળતાથી વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ મેળવીને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે પોતાની કારર્કિદી બનાવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.