Rajkot Aawas Scam/ રાજકોટમાં કોર્પોરેટરના પતિનું આવાસ કૌભાંડનું નવું કારસ્તાન

પરંતુ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આ મકાનો ભાડે આપી દેવાયા હોય તો તે ગંભીર બાબત છે અને તપાસનો વિષય છે. આ મકાનોનો કોમર્શિયલ ઉપયોગ કરાયો હોય તો તે પણ ગંભીર બાબત છે. આ સંદર્ભે જે તે સંબંધિત વિભાગને તપાસ કરવા જણાવાયું છે. જેમાં કેટલી…..

Gujarat Trending
Beginners guide to 2024 03 14T153346.635 રાજકોટમાં કોર્પોરેટરના પતિનું આવાસ કૌભાંડનું નવું કારસ્તાન

@ નિકુંજ પટેલ

Rajkot News: રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પતિનું નવું એક કારસ્તાન બહાર આવ્યું છે. જેમાં તેણે સરકારી જમીન પર 100 જેટલી ઓરડીઓ બનાવીને ભાડે આપી દેતા હોબાળો મચ્યો છે. જેને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે આ અંગે જે તે વિભાગ તપાસ કરશે અને જો ગેરરીતિ સામે આવશે તો કાયદાકીય પગલા લેવાશે, એમ કહ્યું હતું. બીજી તરફ કોર્પોરેટરના પતિને તંત્રનું મુક સમર્થન મળી રહ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક સોસાયટી પાસે સરકારી જમીન પર અંદાજે 100 જેટલી ઓરડીઓ બનાવીને અનેક લોકોને ભાડે આપી દેવામાં આવી છે. જેમાં ભાજપના કોર્પોરેટર વજીબહેનના પતિ કવાભાઈ ગોલતરે પોલીસ વેરિફીકેશન વગર ઓરડીઓ ભાડે આપી દીધી હોવાનું ઉપરાંત અનેક ઓરડીઓ બારોબાર વેચી નાખી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આ અંગે રાજકોટ મહાનાગરપાલિકાના કમિશનર આનંદ પટેલનું કહેવું છે કે રાજકોટ મહાનગરપાલિકા હસ્તક અલગ અલગ સ્લમનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 135 સ્લમ ઓળખી કાઢવામાં આવ્યા હતા. બાદમાં તેને રિડેવલપમેન્ટ પોલીસી હેઠળ  આવરી લઈને અંદાજે 2000 મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. તેમાં જે સાચા લાભાર્થીઓ હોય તેમને આ મકાનોની ફાળવણી કરવામાં આવે છે.

પરંતુ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આ મકાનો ભાડે આપી દેવાયા હોય તો તે ગંભીર બાબત છે અને તપાસનો વિષય છે. આ મકાનોનો કોમર્શિયલ ઉપયોગ કરાયો હોય તો તે પણ ગંભીર બાબત છે. આ સંદર્ભે જે તે સંબંધિત વિભાગને તપાસ કરવા જણાવાયું છે. જેમાં કેટલી રૂમ ભાડે આપવામાં આવી છે, કઈ રીતે ભાડે આપી છે, રૂમ વેચી નાંખ્યા છે કે કેમ તે તપાસનો વિષય છે. જો તેમાં ગેરરીતિ થઈ હોવાનું તપાસમાં બહાર આવશે તો કાયદાકીય પગલા લેવાશે, એમ તેમણે જણાવ્યું હતું.

નવાઈની વાત એ છે કે ઘણાં સમયથી સરકારી જમીન પર બનેલા મકાનો ભાડે આપી દેવાયા છે અને કેટલાય બારોબાર વેચી દેવાયા છે તેમ છતા તંત્ર ઉંઘતુ રહ્યું હતું અને કોઈ પગલા ભર્યા ન હતા. પરંતુ મીડિયાના રિપોર્ટને પગલે તંત્ર સફાળુ જાગ્યું છે. બીજી તરફ કોર્પોરેટરના પતિને તંત્ર દ્વારા મુક સમર્થન સાંપડી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના