Not Set/ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આજથી મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર

મંદિર ટ્રસ્ટ દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી. મંદિરમાં આવાતા તમામ ભક્તોએ કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત છે.

Gujarat Others
A 284 સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આજથી મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર

ગુજરાતના જાણિતા યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર આજથી સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે. આજથી મંદિરમાં 3 વાર ભોળામહાદેવની આરતીનો લાભ ભક્તો લઈ શકશે.

આજથી એટલે કે 17 જુલાઈથી મંદિરનો સમય વધારવામાં આવ્યો છે. ભક્તો મહાદેવના દર્શન સવારના 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી કરી શકશે. આ અંગેની જાહેરાત મંદિર ટ્રસ્ટ દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી. મંદિરમાં આવાતા તમામ ભક્તોએ કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત છે.

A 285 સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આજથી મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર

આ પણ વાંચો :આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર, આ રીતે તપાસો

મંદિરમાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓએ ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ મેળવવા ફરજીયાત છે જે બાદ જ ભક્તો પ્રવેશ મેળવી શકશે. ઓફલાઇન પાસ ભાવિકોને મંદિર પરીસરમાં ગેઇટ પાસેથી જ મળી રહેશે. મંદિર દ્વારા ઉભી કરવામાં આવેલી સુરક્ષા હેઠળ ભક્તોએ દર્શન કરવાના રહેશે. સોમનાથ ટ્રસ્‍ટનો આ નિર્ણય ટ્રસ્‍ટ હેઠળ આવતા મંદિરો જેવા કે સોમનાથ મંદિર ઉપરાંત અહલ્યાબાઇ મંદિર, ભાલકા મંદિર, શ્રી રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરને લાગુ પડશે.

A 286 સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આજથી મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર

આ પણ વાંચો :ધોરાજીમાં લવ જેહાદનો કિસ્સો,યુવતીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ

મંદિરો અને યાત્રાધામોએ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તીર્થસ્થાનો અને મંદિરોએ પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા ભક્તો માટે કડક નિયમો બનાવ્યા હતા.

આ પણ વાંચો :આ ગામમાં ખેતરમાં 21 વર્ષીય પ્રેમી પંખીડાંએ લીમડાનાં ઝાડ પર લટકી સજોડે કરી આત્મહત્યા