Gujrat/ જસદણના ધીગેશ્વર મહાદેવ મંદિરે કર્યું શિવ મહાપુરાણનું આયોજન, ગામમાં ખુશીનો માહોલ

જસદણ : મોટા દડવા ગામ સમસ્ત દ્વારા ખાતે આવેલા ધીગેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું.

Gujarat Others
Beginners guide to 59 1 જસદણના ધીગેશ્વર મહાદેવ મંદિરે કર્યું શિવ મહાપુરાણનું આયોજન, ગામમાં ખુશીનો માહોલ

જસદણ : મોટા દડવા ગામ સમસ્ત દ્વારા ખાતે આવેલા ધીગેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું. સોશિયલ મીડિયામાં ખોવાયેલ લોકોમાં ધાર્મિક ભાવના જાગૃત કરવાના ઉદેશ્ય સાથે શાળાઓની રજાના માહોલમાં મંદિર દ્વારા શિવમહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું. બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરવા તેમજ પોતાની ધાર્મિક સંસ્કૃતિ સાથે અવગત કરવા આ પ્રકારના કાર્યક્રમ યોજવામા આવ્યો છે. ધીગેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવપુરાણ કથાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જસદણ મોટા દડવા ગામે ગામ સમસ્ત દ્વારા ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે જે 7/4/2024 નાં કથા નો આરંભ થશે જેને લઇ ને ગામ સમસ્ત દ્વારા ભવ્ય તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શિવપુરાણ કથામાં લોકોને સમસ્યાનો સામનો ના કરવો પડે માટે મંડપ ભોજનશાળા પાર્કિંગ સહિત વિવિધ સુવિધા આપવા મામલે કામગીરી ચાલી રહી છે. ગામના આગેવાનો વડીલો  સ્વયંસેવકો સાથે આ તૈયારીઓમાં ખુશીથી ભાગ લઈ રહ્યા છે.

Capture 7 જસદણના ધીગેશ્વર મહાદેવ મંદિરે કર્યું શિવ મહાપુરાણનું આયોજન, ગામમાં ખુશીનો માહોલ

શિવપુરાણ કથામાં આવનાર તમામ ભક્તોજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કથામાં રાજપાલ પણ પધારશે. સાંજે કથા બાદ રાત્રે ધુન ભજન કિર્તન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કથા મંડપની સહીતની તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ શિવપુરાણ કથામાં લોકોના લાડીલા પ્રખ્યાત ગીરીબાપુ વ્યાસપીઠ પર કથાનું રસપાન કરાવશે. તેમને સાંભળવા મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી ભક્તજનો ઉમટી પડશે. મોટાદડવાના સમસ્ત દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક ભક્તજનોને પધારવા મોટા દડવા ગામ સમસ્ત દ્વારા આમંત્રણ આપવામાં આપ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Punjab Crime News/લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીની પરિવારજનોએ જ કરી હત્યા, પોલીસ કરી રહી છે ગુનેગારોની શોધખોળ

આ પણ વાંચોઃ Breaking News/પશપુતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, સીટ શેરિંગ મામલે ભાજપ અને ભત્રીજા ચિરાગ સાથે બગડયા સંબંધો

આ પણ વાંચોઃ Breaking News/મોટા સમાચાર, રાહુલ અને પ્રિયંકા યુપીથી નહીં લડે લોકસભાની ચૂંટણી