સુરત/ પત્નીઓ વીફરી! એક ગળું દબાયું, બીજી કાન કાપી નાખ્યો અને ત્રીજીએ તો જે કર્યું કે ના પૂછો વાત….

પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાના કિસ્સાઓ તો ઘણીવાર સામે આવે છે, પરંતુ કોઇકવાર આ ઝઘડા ખૌફનાક રૂપ લઇ લેતા હોય છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 13 2 પત્નીઓ વીફરી! એક ગળું દબાયું, બીજી કાન કાપી નાખ્યો અને ત્રીજીએ તો જે કર્યું કે ના પૂછો વાત....

Surat News: પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાના કિસ્સાઓ તો ઘણીવાર સામે આવે છે, પરંતુ કોઇકવાર આ ઝઘડા ખૌફનાક રૂપ લઇ લેતા હોય છે. હાલમાં જ પતિ-પત્નીના ઝઘડાનો અનોખા કિસ્સા સામે આવ્યો છે.જેમાં પત્ની પીડિતા નથી પરંતુ પતિદેવો છે પીડિત…જી હા, ડાયમંડ સીટી સુરતમાં ત્રણ અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં એક પત્નીએ પોતાના પતિનું ગળું દાબી દીધું તો એકે પોતાના પતિને કાને એવું બચકું ફર્યું કે તેનો કાન જ છૂટો પડી ગયો. વીફરેલી ત્રણ પત્નીઓને એવા તો ફટકાર્યા કે સીધા હોસ્પિટલ ભેગા થઈ ગયાં.

પહેલી ઘટનામાં પત્નીએ પોતાના પતિ પરમેશ્વરને વેલણ વડે આવો તે ફટકાર્યો કે હોસ્પિટલ લઇ જવો પડ્યો….

બન્યું એવું કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો પચમ રાજપૂત મંગળવારે સવાર સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. તેણે મેડિકો લીગલ કેસ કરાવી સારવાર લીધી હતી. તબીબ સમક્ષ પચમે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, દસેક દિવસ અગાઉ તેની પત્નીએ તેને વેલણથી ખુબ જ ફટકાર્યો હતો. જેમાં પત્નીએ વેલણ મારતાં જ બચાવ માટે હાથ આગળ કર્યો હતો. જેના લીધે તેના જમણા હાથમાં અસહ્ય પીડા થઇ રહી છે. તેણે ફેક્ચર થયું હોવાની આશકા વ્યક્ત કરી હતી.

બીજી ઘટનામાં પત્નીને તેના પતિ પર એટલો તો ગુસ્સો આવ્યો કે તેણે તેના કાન પર બચકું ભરી લીધું…..

પાંડેસરામાં મંગળવારે બપોરે 32 વર્ષિય સંદિપ ગૌતમ તેના ઘરમાં બેઠો હતો ત્યારે પત્નીએ તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલી પત્નીએ તેનો ડાબો કાન કરડી લેતા છૂટો પડતા. જે બાદ સંદિપ ગૌતમને 108 એમ્બ્યુલન્સથી સિવિલ ખસેડાયો હતો. જ્યાં તેના કાનના ઉપરના ભાગ પર સ્ટીચ લેવાની ફરજ પડી હતી.

ત્રીજી ઘટનામાં પત્નીએ તેના પતિદેવનું ગળું દબાવતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી…..

સુરતના વેડરોડના 50 વર્ષિય ગણપત હંટન તેની પત્ની સાથે ઝગડો કરીને ઘરે જ સૂઈ ગયો હતો. પરંતુ પત્નીને ગુસ્સો આવતાં જ તેણે તેનું ગળું દબાવ્યું હતું. જે પછી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું અનુભવાય રહ્યું છે જેથી તેને હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: