Not Set/ UP : જાન્યુઆરી થી માર્ચ વચ્ચે લગ્ન કરવા પર CM યોગીએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

લખનઉ,  દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં તમે રહો છો અને આગામી વર્ષના જાન્યુઆરી મહિનાથી માર્ચ સુધી લગ્ન કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે, તમારી માટે રાજ્ય સરકાર તરફથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આગામી વર્ષે પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન જાન્યુઆરીથી લઈ માર્ચ મહિના સુધી કરવામાં આવી રહ્યું છે, ત્યારે […]

Top Stories India Trending
Adityanath kOUC UP : જાન્યુઆરી થી માર્ચ વચ્ચે લગ્ન કરવા પર CM યોગીએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

લખનઉ, 

દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં તમે રહો છો અને આગામી વર્ષના જાન્યુઆરી મહિનાથી માર્ચ સુધી લગ્ન કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે, તમારી માટે રાજ્ય સરકાર તરફથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

હકીકતમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આગામી વર્ષે પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન જાન્યુઆરીથી લઈ માર્ચ મહિના સુધી કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ સમયે તમામ લગ્નના પ્રસંગો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે.

Image result for marriage

બીજી બાજુ યોગી સરકારના આ નિર્ણયથી લોકો નાખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે લોકોએ પહેલાથી જ લગ્ન માટે ગેસ્ટ હાઉસ તેમજ કેટરર્સ સહિતના કામો માટે રૂપિયા જમા કરાવ્યા છે, તેઓ મુખ્યત્વે દુવિધામાં છે.

આ ઉપરાંત CM યોગીના આ નિર્ણયથી લગ્નના વેપારમાં રહેલા લોકોને પણ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેઓની કમાણી પૂરી રીતે આ લગ્નની સીઝન પર્ર જ નિર્ભર હોય છે.

Image result for kumbh mela

યોગી સરકારના આદેશ મુજબ્મ “કુંભ સ્નાન”ના એક દિવસ પહેલા અને એક દિવસ બાદ લગ્ન માટે અનુમતિ આપવામાં આવશે  નહિ. આ સમય મુખ્યત્વે જાન્યુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે આઅવે છે.

બીજી બાજુ આ આદેશ બાદ જિલ્લા પ્રશાસન દ્વારા ઓર્ડરની કોપી લગ્નના હોલ તેમજ હોટલના માલિકોને આપવામાં આવી છે. તેઓને કહેવામાં આવ્યું છે કે, આ સમય દરમિયાન લગ્નના તમામ બુકિંગ રદ્દ કરી દેવામાં આવે.