Gujarat Assembly Election 2022/ શું વિજાપુર બેઠક પર યથાવત રહેશે ભાજપનું વર્ચસ્વ? જાણો રાજકીય ગણિત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે ભાજપે રમણભાઈ પટેલને તક આપી છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
ભાવનગર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય રીતે નિર્ણાયક આ રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. મહેસાણા જિલ્લામાં આવતી વિજાપુર વિધાનસભા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. અત્યાર સુધી આ બેઠક પર ભાજપે સૌથી વધુ જીત મેળવી છે. સાથે જ કોંગ્રેસ પાર્ટીએ પણ ઘણી ચૂંટણી જીતીને મજબૂત પકડ બનાવી છે.

મહેસાણા લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિસનગર, ઊંઝા, કડી, બેચરાજી, વિજાપુર અને મહેસાણા વિધાનસભા મતવિસ્તાર સામેલ છે. જે પૈકી માણસા, ઊંઝા અને બેચરાજી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યનો વિજય થયો હતો. જ્યારે મહેસાણા, કડી, વિજાપુર, વિસનગર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ચૂંટાયા હતા.

કઈ પાર્ટીમાંથી કોણ ઉમેદવાર?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે ભાજપે રમણભાઈ પટેલને તક આપી છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે. આ સાથે જ ગુજરાતની ચૂંટણીમાં પુરી તાકાત લગાવી રહેલી આમ આદમી પાર્ટી વતી ચિરાગભાઈ પટેલ પડકાર રજૂ કરી રહ્યા છે. આ કારણે અહીંની સ્પર્ધા ખૂબ જ રસપ્રદ અને કઠિન અને ત્રિકોણીય બનવાની છે.

ગત ચૂંટણીનું વિજાપુર બેઠકનું પરિણામ

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રમણભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર પટેલ નાથાભાઈ પ્રભુદાસને 1164 મતોથી હરાવ્યા હતા. તે ચૂંટણીમાં રમણભાઈને 72326 મત મળ્યા હતા જ્યારે નાથાભાઈને 71162 લોકોનું સમર્થન મળ્યું હતું. NOTA 1280 મતો સાથે પાંચમા નંબરે હતી.

વિજાપુર બેઠક પર મુખ્ય સમસ્યા પાણીની સમસ્યા છે. અગાઉ વિજાપુર અને માણસા વચ્ચેના 24 ગામોમાં પહેલા 600 ફુટે પાણી આવતું હતું, પણ હવે 1200 ફુટ ઉંડા બોર કરવા પડે છે. ખેડૂતોને ખેતી છોડવા ફરજ પડી રહી છે. જો કે ખેતી છોડીને અન્ય નોકરીઓ કરવા માટે પણ સામે નોકરીઓ નથી. જેના કારણે ખેડૂત વર્ગને હાલાકી ભોગવવી પડે છે.

ભાજપનો ગઢ કહેવાતા મહેસાણા જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એકવાર લોકોની નારાજગીનો ભોગ બનવું પડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો એ સમયે કોંગ્રેસનું જ પલ્લું ભારે થયું હતું. જોકે ગત ચૂંટણીમાં ભાજપના રમણભાઇ પટેલનો વિજય થયો છે. રાજકીય નેતાઓનું માનીએ તો જિલ્લામાં મહેસાણા ઊંઝા, વિસનગર અને વિજાપુર બેઠક પાટીદારનો ગઢ હોવાની સાથે ભાજપ માટે સરળ માનવામાં આવે છે.

આ પણ વાંચો:2012માં અસ્તિત્વમાં આવ્યું હતું ઘાટલોડિયા, આ બેઠકે ગુજરાતને આપ્યા બે મુખ્યમંત્રી

આ પણ વાંચો:અમરાઈવાડી વિધાનસભા બેઠક, શું ભાજપનો વિજય રથ રોકી શકશે કોંગ્રેસ!

આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણી બાદ ભાજપની નજર દક્ષિણ પર, જાણો શું છે પ્લાન