વડોદરા/ ઉત્તરાયણને લઈ પોલીસનું અનોખું અભિયાન, આ વસ્તુ કરનારનું કરાઈ રહ્યું છે સન્માન

વડોદરા શહેરના ત્રણ ટ્રાફિક પોઇન્ટ પર સુરક્ષા કવચ પ્રદાન અભિયાન મ્યુઝિક વાહન ચાલકોને દોરાથી બચાવ કરવા સળિયા લગાડી આપવામાં આવ્યા હતા.

Gujarat Vadodara
વડોદરા

વડોદરા પોલીસે વાહનચાલકોને પતંગની દોરીથી બચવા માટે વાહન પર સળિયા લગાડી આપ્યા હતા.ઉત્તરાણના સમયગાળા દરમિયાન પતંગની દોરીના લીધે અનેક લોકોના ગળા કપાતા હોય છે. અને અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જેને લઇને વડોદરો પોલીસે આ સુરક્ષા કવચ પ્રદાન અભિયાન શરુ કર્યું હતુ.સાથે જે લોકો ટ્રાફિક નિયમનું યોગ્ય રીતે પાલન કરતા હતા. તેવોને ગુલાબનું ફુલ પણ આપવામાં આવ્યા હતા.

Untitled 7 1 ઉત્તરાયણને લઈ પોલીસનું અનોખું અભિયાન, આ વસ્તુ કરનારનું કરાઈ રહ્યું છે સન્માન

શહેરમાં ચાઈનીઝના કારણે વાહન ચાલકોના જીવ ગુમાવવાની ઘટનાને લઇ સતર્ક બનેલ વડોદરા શહેર પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શુક્રવારે વડોદરા શહેરના ત્રણ ટ્રાફિક પોઇન્ટ પર સુરક્ષા કવચ પ્રદાન અભિયાન મ્યુઝિક વાહન ચાલકોને દોરાથી બચાવ કરવા સળિયા લગાડી આપવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરનારને ગુલાબ અને ફ્રી પેટ્રોલની પાવતી આપવામાં આવી હતી.

Untitled 7 2 ઉત્તરાયણને લઈ પોલીસનું અનોખું અભિયાન, આ વસ્તુ કરનારનું કરાઈ રહ્યું છે સન્માન

ઉતરાણના પર્વ દરમિયાન ચાઈનીઝ દોરાના થતા ઉપયોગને લઈ શહેરમાં બે વાહન ચાલકોના મોત નિપજ્યા છે તો કેટલાક બનાવવામાં પતંગના દોરા ના કારણે વાહન અકસ્માતના બનાવો પણ બન્યા છે અને વાહન ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચવાના બનાવો પણ નોંધાયા છે જે બાબતને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ અને વડોદરા શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરક્ષા કવચ પ્રદાન અભિયાન ચલાવવામાં આવ્યું છે જે અભિયાન અંતર્ગત શુક્રવારે શહેરના લાલ કોર્ટ, મહારાણી શાંતાદેવી નર્સીગ હોમ ચાર રસ્તા તેમજ કાલાધોડા સર્કલ ખાતે વાહન ચાલાકોને પતંગના દોરા સામે રક્ષણ આપતા સડિયા લગાડી આપવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક નિયમોનો પાલન કરનાર વાહન ચાલકોને પેટ્રોલની ભાવતી આપી અને ગુલાબ આપી સન્માનિત કરાયા હતા.

Untitled 7 3 ઉત્તરાયણને લઈ પોલીસનું અનોખું અભિયાન, આ વસ્તુ કરનારનું કરાઈ રહ્યું છે સન્માન

વડોદરા શહેર પોલીસ દ્વારા પતંગના દોરા ના કારણે બનતા અકસ્માતના બનાવો અને જીવલેણ ઘટનાઓને ટાળવા ના પ્રયાસ રૂપે સુરક્ષા કવચ પ્રદાન અભિયાન ચલાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઉતરાયણમાં ચાઇનીઝ દોરીને લઈને પોલીસ એક્શનમાં, તમામ વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ 

આ પણ વાંચો: સંજય રાઉત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી, માનહાનિ કેસ સાથે જોડાયેલો છે મામલો

આ પણ વાંચો:પાકિસ્તાનને મોટો ફટકો, 3 અઠવાડિયા પછી ભાંગશે સરકારની કમર, જાણો કારણો