બગદાણા/ મીઠી નીંદર માણી રહેલ વૃદ્ધ દંપતીના ઘરમાં ત્રાટક્યા તસ્કરો, 6.50 લાખ લઈને ફરાર

સુતેલા વૃદ્ધ દંપતીને માર મારી રૂપિયા 5.50 લાખ રોકડા તેમજ સોનાના 1 લાખ રૂપિયાના ઘરેણાની લૂંટ કરી લૂંટારો ફરાર થયા હતા.

Top Stories Gujarat Others
Untitled 110 મીઠી નીંદર માણી રહેલ વૃદ્ધ દંપતીના ઘરમાં ત્રાટક્યા તસ્કરો, 6.50 લાખ લઈને ફરાર

ગુજરાતમાં ગુનેગારો બેફામ બન્યા હોવ તેવી રીતે જાહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવી રહ્યા છે. રાજ્યમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ સહિતની ઘટનાઓમાં ચિંતાનજક રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આવામાં સુરત બાદ હવે બગદાણાના કરમદીયા ગામે લૂંટની ઘટના સામે આવી છે. ગઈકાલે મધરાતે લૂંટારુ ત્રાટક્યા હતા અને સુતેલા વૃદ્ધ દંપતીને માર મારી રૂપિયા 5.50 લાખ રોકડા તેમજ સોનાના 1 લાખ રૂપિયાના ઘરેણાની લૂંટ કરી લૂંટારો ફરાર થયા હતા.

આ ઘટનામાં પતિ પત્ની સહિત અન્ય લોકો ઈજગ્રસ્ત થયા હતા જે બાદ તમામ ઈજાગ્રસ્તોને મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુરતના વાંજ ગામ ખાતે આવેલી મહારાષ્ટ્રમાં બેંકમાં આજરોજ સાવરે 11 વાગ્યાની અરસામાં બે મોટર સાયકલ પર 5 જેટલા લૂંટારાઓ હથિયાર સાથે બેંકની અંદર ઘૂસી આવ્યા હતા. તેમજ બેંકમાં રહેલી 13 લાખ રૂપિયાની આસાપાસ રોકડ લૂંટી લીધી હતી. આરોપીઓના હાથમાં હથિયાર હોવાથી બેંકમાં આવેલા ગ્રાહકો પણ ડરી ગયા હતા. જેના પગલે તેમની પણ આરોપી સામે પ્રતિકાર કરવાની હિંમત થઈ ન હતી. આરોપીઓ હથિયારની અણીએ લોકોને બંધક બનાવીને પૈસાની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. આ સમ્રગ મામલે બેંક મેનેજરે ઘટનાની જાણ પોલીસને કરતા સચિન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ સમ્રગ લૂંટની ઘટના મામલે બેંક મેનેજરનું નિવેદન નોંધ્યું હતું.

આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!