Political/ કજિયા-કકળાટને કમળ ! મોટા ઉપાડે નિયમો જાહેર થયા પણ, નિયમો નેવે મુકાયાના સંખ્યાબંધ આરોપ

કજિયા-કકળાટને કમળ ! મોટા ઉપાડે નિયમો જાહેર થયા પણ, નિયમો નેવે મુકાયાના સંખ્યાબંધ આરોપ

Gujarat Others Trending
tank 11 કજિયા-કકળાટને કમળ ! મોટા ઉપાડે નિયમો જાહેર થયા પણ, નિયમો નેવે મુકાયાના સંખ્યાબંધ આરોપ

લાગે છે કે પ્રદેશ પ્રમુખ સંભળનારા સી.આર.પાટીલ, ઉમેદવારોની પસંદગીમાં મોટા માથાના દબાણને સંભાળી શક્યા નથી. એટલે કે મહાનગરપાલિકા પછી હવે નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીમાં પક્ષના નિયમો જ નેવે મુકાયાનો આરોપ જોરશોરથી થઈ રહ્યો છે. અને ‘કમળ’ પર ‘કીચડ’ જેવો ઘાટ ? અથવા દલા તરવાડી જેવી નીતિનો આરોપ મુકાયો છે.

  • કેસરિયા કેમ્પમાં 72 કલાકથી ખેંચતાણ
  • સિનિયર સભ્યો કરી રહ્યાં છે માંડ સમજાવટ
  • 343માંથી 280 સંસ્થામાં ઉમેદવાર જાહેર
  • ફોર્મ ભરવા આજે અને કાલે બે જ દિવસ બાકી
  • પ્રદેશ મોવડી માટે 48 કલાક રહેશે ભારે

મહાનગરપાલિકા બાદ ભાજપે હવે નગરપાલિકા અને પંચાયતો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે આ યાદી જાહેર થતાં જ કેસરિયા પક્ષમાં કકળાટ અને કજિયાએ ઘર કરી લીધું છે. આવું થવું પણ સ્વાભાવિક છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાં પહેલાં જ તે માટેના નિયમો જાહેર કર્યાં હતાં. મનપાની યાદીમાં એ નિયમો મોટેભાગે ધ્યાનમાં પણ લેવાયાં પણ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં એ નિયમોનો ઉલાળિયો કરાયો છે તેવો આરોપ ભાજપના જ મહેનતું કાર્યકરો લગાવી રહ્યાં છે. ઉનામાં તો ભાજપના જૂનાગઢના સાંસદ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય રાજેશ ચુડાસમાએ પોતાના વેવાઈના દિકરાને ટિકિટ અપાવી છે એ જ રીતે ઉનામાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પોતાના પુત્ર અને પુત્રી બંનેને નગરપાલિકામાં ટિકિટો અપાવી છે. જ્યારે કે પોતાના ભાભીને પણ ટિકિટ અપાવી છે. એવી જ સ્થિતિ પોરબંદરમાં પણ છે. પોરબંદરમાં પણ પાલિકાની ઉમેદવારીમાં સગાવાદ ચાલ્યો છે. ઉમરેઠમાં એક જ ઘરના બે સભ્યને ટિકિટ મળી છે.

  • કેસરિયા કેમ્પમાં 72 કલાકથી ખેંચતાણ
  • સિનિયર સભ્યો કરી રહ્યાં છે માંડ સમજાવટ
  • 343માંથી 280 સંસ્થામાં ઉમેદવાર જાહેર
  • ફોર્મ ભરવા આજે અને કાલે બે જ દિવસ બાકી
  • પ્રદેશ મોવડી માટે 48 કલાક રહેશે ભારે

વિવિધ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોમાં ઉમેદવારી કરવા ઘર્ષણ બાદ છેલ્લાં 72 કલાકથી કેસરિયા કેમ્પમાં જોરદાર કકળાટ ચાલી રહ્યો છે. સિનિયર સભ્યો રોષ ઠંડો પાડવા મહેનત કરી રહ્યાં છે. 343 સંસ્થામાંથી આવી 280 સંસ્થાઓમાં જ ઉમેદવાર જાહેર થઈ શક્યાં છે. વડોદરાના વાઘોડિયામાં દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પક્ષના મોવડીઓનું નાક દબાવી પોતાના ટેકેદારોને ગોઠવ્યાંની વાત થઈ રહી છે. આ તરફ વડોદરાની દશરથ બેઠક પર પણ ભાજપની ટિકિટ 11 લાખમાં વેંચાઈ હોવાનો આરોપ થઈ રહ્યો છે. ફોર્મ ભરવા માટે આજનો અને કાલનો જ દિવસ હોવાથી પક્ષના મોવડીઓ માટે આગામી 48 કલાક માથાનો દુખાવો બની રહેવાના એટલું નક્કી છે.

covid19 / દેશમાં 24 કલાકમાં  9 હજાર નવા કેસ,  15 હજાર દર્દી રિકવર

Political / કાશ્મીરમાં કાળો બરફ પડે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ – ગુલામ નબી આઝાદ

લદ્દાખ / ચીને બે દિવસમાં 200 ટેંક દુર કરી, ઝડપથી ખાલી કરી રહ્યું છે પેંગોંગ ત્સો વિસ્તાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…