Viral Video/ વૃદ્ધ મહિલાએ પોતાના 100 માં જન્મદિવસ પર કર્યો ઝૂમીને ડાન્સ, જુઓ આ ખાસ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. વીડિયો ઓક્લાહોમાની વૃદ્ધ મહિલા સિલ્વિયા ઓવેન્સનો છે. જેમણે તાજેતરમાં તેમનો 100 મો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો.

Videos
a 121 વૃદ્ધ મહિલાએ પોતાના 100 માં જન્મદિવસ પર કર્યો ઝૂમીને ડાન્સ, જુઓ આ ખાસ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. વીડિયો ઓક્લાહોમાની વૃદ્ધ મહિલા સિલ્વિયા ઓવેન્સનો છે. જેમણે તાજેતરમાં તેમનો 100 મો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો. બેવર કાઉન્ટી નર્સિંગ હોમમાં વૃદ્ધાશ્રમમાં રહેતા ઓવેન્સે તેમનો જન્મદિવસ કર્મચારીઓ સાથે ઉજવ્યો હતો. તેમના જન્મદિવસની ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો આ વીડિયોમાં વૃદ્ધ મહિલાની ખુશી જોઈને પણ ખુશ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Beaver County Nursing Home (@beavernh) 

આ વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ મહિલા તેમના 100 માં જન્મદિવસ નિમિત્તે ડાન્સ કરી રહ્યા છે. નર્સિંગ હોમે આ વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ મહિલાઓ કેવી રીતે તેમના  કર્મચારીઓ સાથે ખૂબ જ આનંદ સાથે ડાન્સ કરી રહ્યા છે, તેમને ખૂબ ખુશ જોઈને આસપાસના લોકો પણ તેમને ઉત્સાહભેર ઉત્સાહિત કરી રહ્યાં છે. વૃદ્ધ મહિલાને આ ખાસ શૈલીમાં પોતાનો જન્મદિવસ ઉજવતો જોઈને લોકોએ કહ્યું કે આ વીડિયો જોઈને, શીખી શકાય કે ખુશ કઈ રીતે રહી શકાય.

Image result for old woman,dance,100th birthday

 

View this post on Instagram

 

A post shared by Beaver County Nursing Home (@beavernh) 

સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યા પછીથી તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયો જોયા પછી એક યુઝરે કહ્યું કે તમે 100 વર્ષના થયા હોવા છતાં તમારું હૃદય હજી જુવાન છે. આ સિવાય અન્ય યુઝર્સે આ વીડિયો પર તેમની જુદી-જુદી પ્રતિક્રિયા આપી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ