ગુજરાતમાં ભારે વરસાદ/ ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

ગુજરાતના દરેક જીલ્લમાં હાલ ઠેર ઠેર પાણી ભરાયા છે અને કેટલીક જગ્યાએ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, આવો જોઈએ ક્યાં શું છે પરીસ્થિતિ.

Top Stories Gujarat
Heavy Rain

25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. રાજ્યમાં અવિરત મેઘમહેર ચાલુ છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા સૌથી વધુ વિસાવદરમાં 16 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતના દરેક જીલ્લમાં હાલ ઠેર ઠેર પાણી ભરાયા છે અને કેટલીક જગ્યાએ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, આવો જોઈએ ક્યાં શું છે પરીસ્થિતિ.

 

અમદાવાદ

4 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

અમદાવાદમાં શહેરમાં ગઈકાલે વરસાદે  મુશળધાર વરસાદ પડતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શહેરમાં આજે વહેલી વહેલી સવારે પણ અનેક વિસ્તારમાં વરસી પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ બે ઈંચ વરસાદ વરસાદ નોંધાયો હતો જેમા ધંધૂકામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ, શહેરમાં બે ઈંચ, સાણંદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જોધપુરમાં 6.5, બોપલમાં 5 ઈંચ, સાયન્સ સિટીમાં 5, બોડકદેવમાં 4.5 ઈંચ, ગોતામાં 3, ચાંદોડિયામાં 3.5 ઈંચ, રાણીપ, ઉસ્માનપુરામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ધોધમાર વરસાદથી સાબરમતીના જળસ્તર વધ્યા છે.

 

વલસાડ

4 1 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ખુબ જ વરસાદ વરસી રહ્યો છે. જેમાં વાત કરીએ વલસાડ જિલ્લાની તો જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. ઠેર ઠેર ખુબ જ પાણી ભરાઈ ગયા છે,જેને પગલે જિલ્લાના 72 જેટલા રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. વલસાડના છીપવાડ ગળનાળામાં પાણી ભરાયા છે.

4 2 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

આ સાથે જ 28 ગામના લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. મોગરાવાડીના ગરનાળામાં પણ પાણી ભરાયા છે. લોકોના સાધનો બંધ પડી રહ્યા છે. આ ઉપરાંત સ્થિતિ વધુ ન બગડે તે માટે 72 જેટલા રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે જ અનેક સોસાયટીના પાણી ભરાઈ ગયા છે. મિશન કોલોની, રુબી એપાર્ટમેન્ટમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઇ રહ્યા છે. ઘરમાં તમામ ઘરવખરી પાણીમાં ગરકાવ થઇ ગઈ છે. વરસાદના કારણે સ્થાનિકોના હાલ બેહાલ થયા છે.

 

જૂનાગઢ

4 6 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના પીપલાણા ગામમાં પાણી ઘૂસ્યા છે. ત્યાની એક ગૌશાળામાં પાણી ભરાયું છે. ત્યાંથી ગાયોને બચાવવા માટે તેને છોડી દેવામાં આવી છે. સ્થિતિ વધુ ગંભીર ન બને અને કોઈ નુકસાન ન થાય તે માટે ગાયોને બચાવવા સલામત સ્થળે ખસેડવામાં આવી છે.

4 7 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

આ સાથે જ જૂનાગઢના કેશોદમાં બે વ્યકિત પુરમાં ફસાયા છે. સુત્રેજ ગામે પુરમાં ખેડુત સહિત 2 લોકો ફસાયા છે, પોતાનો જીવ બચાવવા માટે તેમને વીજ પોલનો આશરો લીધો છે.

4 8 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

આ વાતની જાણ થતા જ ધારાસભ્ય સહિતનાં આગેવાનો ત્યાં હાજર થયા હતા. આ ઉપરાંત જૂનાગઢ એસટી ડિવિઝનની 158 ટ્રીપો રદ્દ કરવામાં આવી છે ભારે વરસાદના પગલે એસટી બસ સેવા ખોરવાય છે.

 

મહેસાણા

4 9 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

મહેસાણાના બહુચરાજીમાં ભારે વરસાદ નોધાયો છે. બહુચરાજી તાલુકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઠેર ઠેર ખુબ જ પાણી ભરાઈ ગયા છે. ગાજવીજ સાથે વરસાદ હાલ વરસી રહ્યો છે. બહુચરાજીમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

4 10 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

બહુચરાજી APMC માં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે APMCમાં ભારે નુકશાન થયું છે. અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયો છે. મળતી માહિતી અનુસાર અંદાજે 5 કરોડ ઉપરના નુકશાનની ભીતિ કરવામાં આવી રહી છે.

4 11 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

 

જામનગર

જામનગરમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા બે કલાકમાં જ અધધ વરસાદ પડતા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરમાં રહેતા આસિફ બચુભાઈ સેતા જે ૧૩ વર્ષના પુત્ર નવાજ સાથે રણજીતસાગર ડેમ પહોચ્યા હતા. જ્યાં બંનેનું સેલ્ફી લેતી વખતે મોત નીપજ્યું છે. જામનગર જિલ્લાના કાલાવડમાં ચાર ઈંચ વરસાદ સાથે અમરાપરા થી જામનગર જતી ૧૦૮ વાન નાળામાં ખાબકી હતી, જેમાં ગર્ભવતી મહિલાને સારવાર માટે લઈ જવાતા હતા.

4 5 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

આ સાથે જ ત્યાંના સ્થાનિક વિસ્તારોના મકાનોમાં પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક સોસાયટીઓમાં ગઈકાલથી કમરસમાં પાણી ભરાઈ ગયા છે.

4 3 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

4 4 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

હજુ સુધી પાણીના નિકાલ માટે કોઈ કામગીરી નથી કરવામાં આવી જેને લઈને ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક રહીશોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી દીધું છે. આ સાથે જામનગર-રાજકોટ હાઇવે પરનો રોડ ચક્કાજામ છે. ગુલાબનગર પાસેના મુખ્ય માર્ગ પર બેસી રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, કામગીરી નહિ થાય ત્યાં સુધી વિરોધની ચીમકી ઉચ્ચારી રહ્યક છે.

સુરેન્દ્રનગર

4 12 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. લીંબડી-અમદાવાદ હાઇવે પર ચક્કાજામ છે. વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી છે. સીકસલેન રોડની કામગીરીને ચાલી રહી છે જેના કારણે ત્યાં પાણી ભરાઈ ગયા છે.

4 13 ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 4 કીલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. ત્રણ કલાકથી પણ વધુ સમયથી વાહનો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળ્યા છે.

આ પણ વાંચો:Animal Husbandry/પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા કયા મહત્વના નિર્ણય તે જાણો

આ પણ વાંચો:Ambalal forecast/અંબાલાલ સાચા પડ્યાઃ રાજ્યમાં પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં વરસાદનો ઓવરટાઇમ, સીએમના ઉજાગરા અને દોડતી એનડીઆરએફ

આ પણ વાંચોઃ Accident/ મહારાષ્ટ્રમાં જીવલેણ અકસ્માતમાં 26 ભૂંજાયા

આ પણ વાંચોઃ અંધાધૂંધ વરસાદ/ 2.5 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીનું પાણી મપાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ

આ પણ વાંચોઃ  RFID Card/ અમરનાથ ભક્તોને સરકારની ચેતવણી… આ આઈ-કાર્ડ વિના યાત્રા નહીં કરી શકો