- જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવનને જે અસર પડી છે તેની વિગતવાર માહિતી તેમણે મેળવી હતી
- મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાહત કમિશનર શ્રી આલોક પાંડે તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા
- CMએ નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી
વરસાદે સીઝનના પ્રારંભમાં જ ધડબડાટી Gujarat Rain બોલાવતા રાજ્યનું તંત્ર દોડતું થઈ ગયું છે. સામાન્ય રીતે ચોમાસુ ધીમે-ધીમે જામતું હોય છે, પરંતુ આ વખતે મેઘરાજાએ રાજ્યમાં પ્રારંભથી જ ટી-20 ક્રિકેટની જેમ ધડબડાટી બોલાવવા માંડી છે તેના લીધે તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને વરસાદે સમગ્ર રાજ્યમાં ઓવરટાઇમ કરવા માંડતા સીએમ ભુપેન્દ્ર પટેલે પોતે ઉજાગરા કરવા પડયા છે. વરસાદની આ તોફાની ઇનિંગના લીધે લગભગ બધી મહાનગરપાલિકામાં પ્રી-મોનસૂન પ્લાન પાણીમાં વહી ગયા છે.
તંત્રએ સીઝનના પ્રારંભમાં દિવસના પાંચ કે છ ઇંચ વરસાદની Gujarat Rain તૈયારી સાથે પ્રી-મોનસૂન પ્લાન ત્યાર કર્યો હોય પણ દિવસના 17-17 અને 12-12 ઇંચ વરસાદ પડે ત્યારે કયો પ્લાન કામમાં આવી. છ ઇંચની તૈયારી સાથેનો પ્રી-મોનસૂન પ્લાન પછી 17-17 કે બાર-બાર ઇંચ વરસાદ પડે તો બાકીના 11 ઇંચ કે છ ઇંચ વરસાદી પાણી જશે ક્યાં.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર Gujarat Rain આવતી કાલે રાજ્યમાં વરસાદ નું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં જિલ્લા તંત્ર વાહકોને સતર્ક રહેવા સૂચનો કર્યા હતા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતરની જરૂરિયાત વગેરેની પણ માહિતી લીધી હતી
ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાlના અંજારમાં પડેલા વરસાદ Gujarat Rain અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાત ચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીક નો ડેમ ઓવરફલો થવાની સ્થિતિ માં માર્ગો પર પાણી ભરાવા ને કારણે વાહન વ્યવહાર કે જનજીવન ને અસર ના પડે તે માટે પણ મુખ્ય મંત્રીશ્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એન ડી આર એફ ની ટીમો એમ કુલ ચાર ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એસ ડી આર એફ ની બે ટીમ જૂનાગઢ અને જામનગરમાં મોકલી દેવાઈ છે. હવામાન વિભાગના Gujarat Rain પ્રાદેશિક નિયામકે ગુજરાત માં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો છે તેની વિગતો બેઠકમાં આપી હતી.
આ પણ વાંચોઃ Accident/ મહારાષ્ટ્રમાં જીવલેણ અકસ્માતમાં 26 ભૂંજાયા
આ પણ વાંચોઃ અંધાધૂંધ વરસાદ/ 2.5 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીનું પાણી મપાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ
આ પણ વાંચોઃ RFID Card/ અમરનાથ ભક્તોને સરકારની ચેતવણી… આ આઈ-કાર્ડ વિના યાત્રા નહીં કરી શકો
આ પણ વાંચોઃ MP High Court/ સહમતિથી સંબંધ બાંધવાની ઉંમર 16 વર્ષ હોવી જોઈએ, હાઈકોર્ટે કહ્યું- ઈન્ટરનેટ યુગમાં બાળકો જલ્દી યુવાન થઈ રહ્યા છે
આ પણ વાંચોઃ અંધાધૂંધ વરસાદ/ 2.5 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીનું પાણી મપાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ
