અંધાધૂંધ વરસાદ/ 2.5 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીનું પાણી મપાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ

અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ અને ઠેર-ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા હતા

Top Stories Gujarat
IMG 1909 2.5 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીનું પાણી મપાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ

સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યનાં 179 તાલુકાઓમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢનાં વિસાવદરમાં સૌથીવધુ 14 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છનાં અંજાર તાલુકામાં પણ 9 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં લાંબા બ્રેક બાદ ફરી પડેલા ભારે વરસાદથી ગુરુવારે પૂર્વ અમદાવાદમાં પાણી ભરાયા હતા. ત્યારે આજે શુક્રવારે પશ્ચિમઅમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું. શહેરના એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

પાણીપાણી થયા હતા.  રાત્રિના દસ વાગ્યા સુધીમાં અમદાવાદમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ. સૌથી વધુ જોધપુર વિસ્તારમાં સાત ઇંચવરસાદ, બોડકદેવમાં 4-5 ઇંચ વરસાદ અને સાયન્સ સિટીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારેવરસાદને પગલે અખબારનગર, મીઠાખળી, પરિમલ અંડરબ્રિજ, શાહીબાગ અંડરબ્રિજ સહિત કુલ 5 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટેબંધ કરાયા હતા.

બોપલ, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, સિંધુભવન, પકવાન ચાર રસ્તા, એસજી હાઇવે, ગુરુદ્વારા, ઉસ્માનપુરા, વાડજ, જમાલપુર, લાલદરવાજા, ખમાસા સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પાલડી, વાસણા, ગોતા, વેજલપુર, સરખેજ, રાણીપ, ન્યૂ રાણીપ, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

પ્રિમોન્સૂનની કામગીરીની વાતો વચ્ચે શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, આનંદનગર સહિતનાવિસ્તારોમાં પાણી ભરાયા હતા. જે રીતે પાણીનો ઝડપથી નિકાલ થવો જોઈએ, તેવો પાણીનો નિકાલ થયો નથી. જેના કારણે લોકોનેમુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર બાદ આજે પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા મ્યુનિસિપલકોર્પોરેશન તંત્રની ફરી ખુલી ગઈ હતી.

https://twitter.com/mantavyanews/status/1674837334263758848?s=46&t=dbZ2kTJZiK1EBfxPNForPQ

અમદાવાદના એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

https://twitter.com/mantavyanews/status/1674830346595213312?s=46&t=dbZ2kTJZiK1EBfxPNForPQ

ભારે વરસાદને લઈ  નહેરુનગર, માણેકબાગ, ગોતા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

https://twitter.com/mantavyanews/status/1674834510259838976?s=46&t=dbZ2kTJZiK1EBfxPNForPQ

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાંભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે. સમગ્ર ગુજરાતમાં હાલ સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે અત્યાર સુધીપડવો જોઈએ એના કરતા રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે