ધરપકડ- શરણાગતિ નહીં/ અમૃતપાલનું સરન્ડર નહી ધરપકડ, ગુરુદ્વારાની મર્યાદાને ધ્યાનમાં રાખી પકડ્યોઃ પંજાબ પોલીસ

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. અમૃતપાલને મોગાના રોડવાલ ગુરુદ્વારાથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ભટિંડા એરપોર્ટથી વિશેષ ફ્લાઈટ દ્વારા આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

Top Stories India
Arrested Not Surrender અમૃતપાલનું સરન્ડર નહી ધરપકડ, ગુરુદ્વારાની મર્યાદાને ધ્યાનમાં રાખી પકડ્યોઃ પંજાબ પોલીસ

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. Arrest-not Surrender અમૃતપાલને મોગાના રોડવાલ ગુરુદ્વારાથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ભટિંડા એરપોર્ટથી વિશેષ ફ્લાઈટ દ્વારા આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવ્યો હતો. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમૃતપાલે આત્મસમર્પણ કર્યું છે, આ અંગે પંજાબ પોલીસના આઈજીએ જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંયુક્ત ઓપરેશનમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

અમૃતપાલની ધરપકડ પર પંજાબ પોલીસે શું કહ્યું?

પંજાબ પોલીસના આઈજી સુખચૈન સિંહ ગિલે જણાવ્યું કે અમૃતપાલ સિંહની Arrest-not Surrender આજે સવારે પોણા સાત વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. અમને બાતમી મળી હતી કે તે ગુરુદ્વારાની અંદર હાજર છે, જેના પછી અમે પંજાબ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં આખા ગામને ઘેરી લીધું. અમે ગુરુદ્વારાની ગરિમાને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન કર્યું હતું.

NSA હેઠળ ધરપકડ

આઈજી સુખચૈન ગિલે જણાવ્યું કે NSA હેઠળ અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. Arrest-not Surrender તેમણે ચેતવણી આપી હતી કે કોઈને પણ વાતાવરણ બગાડવા દેવામાં આવશે નહીં. ઈન્ટેલિજન્ટ ઈનપુટના આધારે આજે સવારે 7.45 વાગ્યે અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આઈજીએ પંજાબના લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન જનતાએ પંજાબમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખી હતી. આ સાથે પંજાબ પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળી હતી.

Amritpalsingh અમૃતપાલનું સરન્ડર નહી ધરપકડ, ગુરુદ્વારાની મર્યાદાને ધ્યાનમાં રાખી પકડ્યોઃ પંજાબ પોલીસ

અમૃતપાલ સિંહ પર દબાણ કરવામાં આવ્યું હતું

પંજાબના આઈજીએ કહ્યું કે પોલીસે છેલ્લા 35 દિવસથી અમૃતપાલ પર દબાણ બનાવી રાખ્યું હતું. Arrest-not Surrender તમામ પોલીસ વિભાગો કેન્દ્રીય એજન્સીઓ સાથે સંપૂર્ણ સંકલનમાં રહીને કામ કરી રહ્યા હતા. અમૃતપાલ સિંહની આજે સવારે પોણા સાત વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમારી પાસે માહિતી હતી કે અમૃતપાલ ગુરુદ્વારાની અંદર છે, તેથી ગુરુદ્વારાની ગરિમાને ધ્યાનમાં રાખીને અમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. પંજાબના તમામ વિભાગો, 4 ઇન્ટેલિજન્સ વિંગ, તમામ એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા હતા.

ધરપકડ કે સરેન્ડર પર પોલીસે શું કહ્યું?

બીજી તરફ જ્યારે પોલીસ અધિકારીને પૂછવામાં આવ્યું કે શું અમૃતપાલે Arrest-not Surrender આત્મસમર્પણ કર્યું છે કે તેની ધરપકડ કરવામાં આવી છે તો સુખચૈન ગીલે કહ્યું કે અમૃતપાલ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમે ગુરુદ્વારાની ગરિમાને ધ્યાનમાં રાખીને આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. તેણે આત્મસમર્પણ કર્યું ન હતું, પરંતુ પોલીસને ઈનપુટ મળ્યા હતા કે તે ગુરુદ્વારાની અંદર હાજર હતો, જેના પછી કેન્દ્રીય એજન્સીઓની મદદથી આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Amritpal-Deep/ અમૃતપાલને છૂપાવવામાં મહિલા મિત્રોની મળી ખૂબ જ મદદ

આ પણ વાંચોઃ Amritpalsingh Associates/ ખાલિસ્તાન સમર્થક ભાગેડુ અમૃતપાલના નજીકના સાથીઓને જાણો

આ પણ વાંચોઃ અમૃતપાલસિંહની શરણાગતિ/ અમૃૃતપાલસિંહની પંજાબમાં મોગામાં શરણાગતિ અને ધરપકડ