Not Set/ દેશમાં મ્યુકરમાઈકોસિસના 11717 કેસ નોંધાયા, ગુજરાતમાં સૌથી વધારે કેસ

દેશમાંમ્યુકરમાયકોસિસના કેસો સતત વધી રહ્યા છે અને ઇંજેક્શનની અછત ટાળવા માટે પણ કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ માહિતી આપી છે કે દેશમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે

India
A 336 દેશમાં મ્યુકરમાઈકોસિસના 11717 કેસ નોંધાયા, ગુજરાતમાં સૌથી વધારે કેસ

દેશમાં મ્યુકરમાઈકોસિસના કેસો સતત વધી રહ્યા છે અને ઇંજેક્શનની અછત ટાળવા માટે પણ કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ માહિતી આપી છે કે દેશમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે અને સૌથી વધારે ઈન્જેકશન પણ ગુજરાતને ફાળવવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં દેશમાં 11 હજાર 717 જેટલા કેસ નોંધાયા છે અને તમામ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે. મ્યુકરમાયકોસિસનો સૌથી વધારે કહેર ગુજરાતમાં નોંધાયો છે. જ્યાં 25 મે સુધીમાં 2859 જેટલા કેસ નોંધાયા છે. અને કેન્દ્ર સરકાર તરફથી એમ્ફોટેરેસિન બીના 7210 ડોઝ ગુજરાતને આપવા્માં આવ્યા છે. આ તરફ મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમે છે અને ત્યાં 2770 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 6980 જેટલા ઇંજેક્શન તેમને ફાળવવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાની બીજી લહેર શમી રહી છે પણ ત્રીજી લહેર વિશે ચેતવણી અપાઈ રહી છે ત્યારે કોરોનાના દર્દીઓમાં થતા નવા નવા રોગ મોટી મુશ્કેલી સર્જશે. તેના કારણે મૃત્યુ આંક વધી રહ્યો છે એ પણ ખતરનાક છે.

મ્યુકોરમાઇકોસિસમાં એક પ્રકારની ચેપી ફૂગ કાન, નાખ, આંખ, મગજ અને ફેફસાંમાં ફેલાય છે. આ રોગમાં ઝડપી સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ થવાની પણ શકયતા છે. આ ચેપ ગેંગરીન પ્રકારનો હોવાથી અમુક કેસમાં દર્દીઓનું અંગ કાપી ફૂગને ફેલાતી અટકાવવામાં આવે છે. આ પ્રકારના ઓપરેશન બાદ દર્દીની દવા અને સારવાર કરવામાં આવે છે અને ઓપરેશન બાદ પણ દર્દીને ૨૫-૩૦ દિવસ સુધી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.

મ્યુકરમાઈકોસીસથી બચવા સાવચેતીના ઉપાયો

  • દિવસમાં બે વાર નિયમિત ટૂથબ્રશ (દાંતની સફાઈ) કરવું.
  • રાત્રે સુતા પહેલા ટૂથબ્રશ રાખવા એક જ પાત્રનો ઉપયોગ ના કરવો.
  • નાસ માટે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો અનેપાણી રોજેરોજ બદલતા રહેવું.
  • કપડાના માસ્કને દરરોજ ધોઈ નાખવા.
  • એક જ માસ્કનો ઉપયોગ રોજેરોજ કરવો નહિ. દરરોજ નવા અથવા ધોયેલા માસ્કનો ઉપયોગ કરવો.
  • કોરોનાથી સાજા થયેલા દર્દીને છાણમાં કામ કરવાનું ટાળવું.
  • પશુપાલકોએ છાણમાં કામ કરતી વખતે માસ્કનો ઉપયોગ કરવો.
  • વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી.
  • ઘરની બહે નીકળો ત્યારે માસ્ક ફરજિયાત પહેરવું.
  • જે દર્દીને ડાયાબિટીસ હોય તેમને નિયમિત તપાસ કરાવવી અને સુગરને કંટ્રોલમાં રાખવું.
  • ગંભીર ઈજાવાળા વ્યક્તિએનિયમિત ડ્રેસીંગ કરાવવું.
  • સામાન્ય ઈજાવાળા વ્યક્તિએ એન્ટીસેપ્ટીક સોલ્યુશન જેમ કે, ડેટોલ, સેવ્લોનથી ઘાને સાફ રાખવો.
  • વાસી ખોરાક કે બ્રેડનું સેવન ના કરવું.

kalmukho str 23 દેશમાં મ્યુકરમાઈકોસિસના 11717 કેસ નોંધાયા, ગુજરાતમાં સૌથી વધારે કેસ