Not Set/ BJP ધારાસભ્યની દિકરી સાક્ષીનાં લગ્નમાં આવ્યો અજીબ વળાંક, તેના પતિને લઇને થયો ધમાકેદાર ખુલાસો

ભાજપનાં ધારાસભ્યની દિકરી સાથે લગ્ન કરેલા અજિતેશને લઇને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બિથરી ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતૌલનું કહેવુ છે કે, અજિતેશની ઓક્ટોબર 2016માં જ સગાઈ થઇ ગઇ હતી. જેના ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા. સગાઈમાં અંદાજે સાત લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અજિતેશએ સગાઈ તોડી દીધી હતી. બાદમાં તેણે મારી […]

Top Stories India
pjimage 69 BJP ધારાસભ્યની દિકરી સાક્ષીનાં લગ્નમાં આવ્યો અજીબ વળાંક, તેના પતિને લઇને થયો ધમાકેદાર ખુલાસો

ભાજપનાં ધારાસભ્યની દિકરી સાથે લગ્ન કરેલા અજિતેશને લઇને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બિથરી ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતૌલનું કહેવુ છે કે, અજિતેશની ઓક્ટોબર 2016માં જ સગાઈ થઇ ગઇ હતી. જેના ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા. સગાઈમાં અંદાજે સાત લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અજિતેશએ સગાઈ તોડી દીધી હતી. બાદમાં તેણે મારી દિકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

bareilly bjp mla daughter sakshi new twist in marriage 1562992776 BJP ધારાસભ્યની દિકરી સાક્ષીનાં લગ્નમાં આવ્યો અજીબ વળાંક, તેના પતિને લઇને થયો ધમાકેદાર ખુલાસો

થોડા સમય પહેલા ધારાસભ્યની દિકરી સાથે લગ્નગ્રંથીથી જોડાયેલા અજિતેશ વીર સાવરકર નગરનો રહેવાસી છે. લગ્ન કર્યા બાદથી જ તે બંન્ને બરેલીથી બહાર જતા રહ્યા છે. સાક્ષીએ પોતે જ પોતાના પતિ અજિતેશ તથા તેના પરિવારને જીવનો ખતરો હોવાની વાત વીડિયોમાં કહી છે. જે પછી શુક્રવારે એક ટીવી ચેનલનાં સ્ટૂડિયોમાં લાઇવ ઇંટરવ્યૂ આપ્યુ. આ દરમિયાન ખુલાસો થયો કે અજિતેશની મોટી બહેનનાં ભોપાલમાં લગ્ન થયા છે. તે એન્જિનિયર છે. તેના માધ્યમથી 2016માં અજિતેશનો સંબંધ હેમંત નાયકની દિકરી પૂનમની સાથે નક્કી કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં તેનાં લગ્ન થવાના હતા. જેની તારીખ પણ નક્કી થઇ ગઇ હતી. આ દરમિયાન અજિતેશની માતાનું મૃત્યુ થયુ હતુ. જે પછી અજિતેશએ સંબંધ તોડી દીધો હતો.

MLA Father BJP ધારાસભ્યની દિકરી સાક્ષીનાં લગ્નમાં આવ્યો અજીબ વળાંક, તેના પતિને લઇને થયો ધમાકેદાર ખુલાસો

દિકરી સાક્ષીનાં પતિને લઇને ધારાસભ્યનો દાવો છે કે વધુ દહેજ માંગવાનાં કારણે જ તેનો સંબંધ તૂટ્યો હતો. પરંતુ ત્યાર સંબંધ તૂટવા પર અજિતેશ કહે છે કે માતાની મૃત્યુ થવાના કારણે તેનું મન ખરાબ થઇ ગયુ હતુ. જે કારણે તેણે સંબંધ તોડી દીધો હતો. બાદમાં તે સાક્ષીનાં સંપર્કમાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તે સાક્ષીનાં ભાઈની સાથે તેને કોલેજ છોડવા પણ આવતો હતો. તેનું ઘર સુધી આવવા-જવાનું ખાવા-પીવાનું રહેતુ હતુ. ધારાસભ્યનું કહેવુ છે કે સગાઈ તૂટ્યા બાદ જ અજિતેશએ સાક્ષીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.

ધારાસભ્યની દિકરીનાં લગ્ન અને ખતરાને લઇને વાયરલ થયેલા વીડિયોને જોતા બોલિવુડનાં નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપએ ટ્વીટ કરી ધારાસભ્યની દિકરીને સુરક્ષા આપવાની વાત કહી હતી. આ સિવાય સોશિયલ મીડિયામાં પણ આ બંન્નેની સુરક્ષાને લઇને અને ધારાસભ્યનાં ડરથી દિકરીનાં ભાગી જવાને જોતા લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. ઘણા એવા પણ છે કે જે આ બંન્નેનાં પ્રેમને લઇને વિરોધ કરતા નિશાનો લગાવી રહ્યા છે. ઘણા લખે છે કે દિકરીએ પોતાના પિતાનું માથુ નીચે કરી દીધુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન