એન્કાઉન્ટર/ શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

તમે કહેવત તો સાંભળી જ હશે કે કૂતરાની પૂંછડી વાંકી ની વાંકી. બસ આવુ જ કઇંક ભારતનાં પડોશી દેશ પાકિસ્તાનનું છે.

Top Stories India
2 6 શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

તમે કહેવત તો સાંભળી જ હશે કે કૂતરાની પૂંછડી વાંકી ની વાંકી. બસ આવુ જ કઇંક ભારતનાં પડોશી દેશ પાકિસ્તાનનું છે. ઘણીવાર ભારતનું નામ લઇને પાકિસ્તાન દુનિયા સમક્ષ સહાનુભૂતિ લેવાનો પ્રયત્ન કરે છે. ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે.

રાજકારણ / રાજસ્થાન કોંગ્રેસમાં All is not Well, ગેહલોત સામે દબાણ વધારવા પાયલોટનું દિલ્હી તરફ પ્રયાણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અંતર્ગત ભલે લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર બંદૂકો શાંત છે, પરંતુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થંભવાનું નામ નથી લઈ રહી. આતંકવાદીઓ કાશ્મીરમાં શાંતિને ભંગ કરવામાં વ્યસ્ત છે. જો કે ભારતીય સૈનિકો સતત આતંકવાદીઓની યોજનાઓને નિષ્ફળ કરી રહ્યા છે. આ દરમ્યાન શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. આ દરમ્યાન સુરક્ષાદળો દ્વારા એક આતંકીને ઢાર કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોનું ઓપરેશન હજી ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે તેની પુષ્ટિ કરી છે.

મુલાકાત / કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે PM મોદીને મળવા CM શિવરાજ દિલ્હી પહોંચ્યા, આજે 12 વાગ્યે મીટીંગ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાવવાની માહિતી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરી સુરક્ષા દળોએ આ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. સૈનિકોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો, ત્યારબાદ જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષા દળોએ પ્રતિક્રિયા આપ્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. હજી સુધી તેની ઓળખ થઈ નથી. વળી, આ વિસ્તારમાં એકથી બે આતંકીઓ છુપાયા હોય તેવી સંભાવના છે. આ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 જૂને પણ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સોપોરમાં આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા અને બે નાગરિકો પણ માર્યા ગયા હતા. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે. સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવામાં રોકાયેલા છે. જેના કારણે આતંકવાદી સંગઠનો હવે સુરક્ષા દળો અને પોલીસને નિશાન બનાવવા લાગી છે.

majboor str 17 શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર