Not Set/ સુજાત બુખારી હત્યાકાંડના ચોથા શંકાસ્પદની તસ્વીર કરી જાહેર

વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારી હત્યાકાંડમાં અત્યાર સુધી ત્રણ આંતકવાદીઓના નામ આવ્યા છે. પરંતુ હવે એક ચોથા  શંકાસ્પદની ફોટો જાહેર કર્યો છે. જ્યાં પત્રકાર સુજાત બુખારીની ગોળી મારી હતી તે જગ્યા પરથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક ચોથો શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ રહ્યો છે. ચોથો શંકાસ્પદ પત્રકાર સુજાત બુખારીની મૃતબોડી પાસે ઉભો છે અને ત્યાં […]

Top Stories Trending
dc Cover 9tij186k95flh6bfjar3f8abn6 20180615172316.Medi સુજાત બુખારી હત્યાકાંડના ચોથા શંકાસ્પદની તસ્વીર કરી જાહેર

વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારી હત્યાકાંડમાં અત્યાર સુધી ત્રણ આંતકવાદીઓના નામ આવ્યા છે. પરંતુ હવે એક ચોથા  શંકાસ્પદની ફોટો જાહેર કર્યો છે. જ્યાં પત્રકાર સુજાત બુખારીની ગોળી મારી હતી તે જગ્યા પરથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક ચોથો શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ રહ્યો છે.

ચોથો શંકાસ્પદ પત્રકાર સુજાત બુખારીની મૃતબોડી પાસે ઉભો છે અને ત્યાં મોકો મળતા જ બંધુક ઉઠાવીને ભાગી રહ્યો છે. આ વિડીયોમાં શરુઆતમાં એવું લાગી રહ્યું છે કે આ મદદ કરવાનું નાટક કરી રહ્યો છે અને પછી જેમ લોકોના ટોળેટોળાં ભેગા થવા લાગે છે તે મોકો જોઇને ત્યાંથી બંધુક ઉઠાવીને ભાગે છે.

https://twitter.com/PoliceSgr/status/1007575579577724928

આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં ઇદ પહેલાનો ગુરૂવાર રક્તરંજીત કરી દીધો હતો. ગત ગુરુવારના દિવસે જમ્મુ કાશ્મીરમાં જાણીતા પત્રકાર શુજાત બુખારી અને સેનાના જવાન ઔરંગઝેબની હત્યા કરી દીધી છે. જાણીતા પત્રકાર શુજાત બુખારીની ગુરૂવારે ગોળી મારીને હત્યા કરી દીધી છે.

https://twitter.com/ANI/status/1007380164244856833

શુજાત પર બાઇક સવાર અજાણ્યા હુમલાખોરોએ આ હુમલો સાંજે સાડા સાત વાગ્યે શ્રીનગરની પ્રેસ કોલોનીમાં કર્યો હતો. આ હુમલામાં શુજાત બુખારી અને તેમના એક ખાનગી સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું છે.

વર્ષ 2000માં તેમના પર હમલો પણ થયો હતો તે પછી તેમને સુરક્ષા પણ આપવામાં આવી હતી. સુજાત બુખારીના મોટા ભાઈ સઈદ બશારત બુખારી પીડીપી-ભાજપા ગઠબંધન સરકારમાં કાનુન મંત્રી છે. સુજાત બુખારીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.