Not Set/ વિદ્યાર્થી નેતાનાં જન્મ દિવસનો વિરોધ કરવુ આ આચાર્યને પડ્યુ ભારે

રાજસ્થાનનાં અજમેરનાં દયાનંદ કોલેજમાંથી વિવાદનાં સમાચાર બહાર આવ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી અધ્યક્ષ પોતાનો જન્મદિવસ અહીંની કોલેજ કેમ્પસમાં ઉજવી રહ્યા હતા, જેનો આચાર્યએ વિરોધ કર્યો હતો, આ વિવાદ વધતો ગયો અને મામલો હાથાપાઇ પર આવી ગયો હતો. કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી સંઘ પ્રમુખનાં જન્મદિવસને લઈને આ વિવાદ ઉભો થયો છે. કહેવામાં આવી રહ્યું […]

Top Stories India
ajmer વિદ્યાર્થી નેતાનાં જન્મ દિવસનો વિરોધ કરવુ આ આચાર્યને પડ્યુ ભારે

રાજસ્થાનનાં અજમેરનાં દયાનંદ કોલેજમાંથી વિવાદનાં સમાચાર બહાર આવ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી અધ્યક્ષ પોતાનો જન્મદિવસ અહીંની કોલેજ કેમ્પસમાં ઉજવી રહ્યા હતા, જેનો આચાર્યએ વિરોધ કર્યો હતો, આ વિવાદ વધતો ગયો અને મામલો હાથાપાઇ પર આવી ગયો હતો. કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી સંઘ પ્રમુખનાં જન્મદિવસને લઈને આ વિવાદ ઉભો થયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, દયાનંદ કોલેજ સ્ટુડન્ટ્સ યુનિયનનાં પ્રમુખ સીતા રામ ચૌધરીનો સોમવારે જન્મદિવસ હતો, તે સ્પષ્ટ હતુ કે તે વિદ્યાર્થી નેતાનો જન્મદિવસ છે, ત્યારબાદ વિદ્યાર્થીઓ ખુશીની ઉજવણી કરવા માટે ઉત્સાહિત થવા લાગ્યા. અને ઉજવણી શરૂ કરી.

કોલેજનાં આચાર્ય ડૉ.લક્ષ્મીકાંતને આ અંગેની જાણ થતાં જ તે ત્યા પહોચી ગયા અને તેને લઇને વિરોધ દર્શાવ્યો હતો, આ કરતા જ મામલો ગરમાયો હતો અને વિદ્યાર્થીઓ ગુસ્સે થઈ ગયા હતા, આચાર્યનાં વિરોધ બાદ વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ ગુસ્સે થઈ ગયો હતો અને મામલો વધવા માંડ્યો હતો. અહી વાત હાથાપાઇ સુધી પહોચી ગઇ હતી. આચાર્યનો આ મામલે વિરોધ વિદ્યાર્થી સંઘનાં પ્રમુખને એટલી હદે ગુસ્સે કરી ગયુ કે તેણે આચાર્યનાં મોંઢા પર કેક ફેંકીને મારી હતી. ત્યારે ત્યા હાજર લેક્ચરરે વચ્ચે પડીને મામલાને શાંત કરાવ્યો હતો.

આચાર્યનાં જણાવ્યા મુજબ, કોલેજ કેમ્પસમાં જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી નથી, ઉગ્ર વિદ્યાર્થી સંઘનાં પ્રમુખે તેમને ધમકી આપી હતી અને માર માર્યો હતો અને જ્યારે તેમણે આમ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેણે મારી ઉપર કેક ફેંકી દીધી હતી, બંને પક્ષ મોડી સાંજે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસનાં જણાવ્યા અનુસાર બંને તરફથી એફઆઈઆર નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.