Not Set/ ભૂપેશ બઘેલની ચેલેન્જ, RSS જે દિવસે ગોડસે મુર્દાબાદ કહેશે તે દિવસથી મોદીજીને ગાંધીવાદી માની લઇશું

છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. બઘેલે મીડિયા સમક્ષ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી આ દિવસોમાં મહાત્મા ગાંધી વિશે વાત કરે છે, પરંતુ જે દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપનાં લોકો ગોડસે મુર્દાબાદનાં નારા લગાવવાનું શરૂ કરશે, હું માની લઇશ કે પીએમ મોદી સાચા […]

Top Stories India
26pat 27 ભૂપેશ બઘેલની ચેલેન્જ, RSS જે દિવસે ગોડસે મુર્દાબાદ કહેશે તે દિવસથી મોદીજીને ગાંધીવાદી માની લઇશું

છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. બઘેલે મીડિયા સમક્ષ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી આ દિવસોમાં મહાત્મા ગાંધી વિશે વાત કરે છે, પરંતુ જે દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપનાં લોકો ગોડસે મુર્દાબાદનાં નારા લગાવવાનું શરૂ કરશે, હું માની લઇશ કે પીએમ મોદી સાચા ગાંધીવાદી બન્યા છે.

બઘેલે કહ્યું, ‘હું ભારતીય જનતા પાર્ટી અને આરએસએસનાં લોકોને કહેવા માંગુ છું કે તેઓ ગોડસે મુર્દાબાદ કહે તે દિવસે હું માનીશ કે તેઓ ખરેખર ગાંધીજીને માને છે. હું રસ્તામાં ઉભો છું, ચોક પર ઉભો છું. આરએસએસનાં મોહન ભાગવત, જે દિવસે આરએસએસનાં લોકો ગોડસે મુર્દાબાદ અને ગાંધીનાં હત્યારા મુર્દાબાદનાં નારાઓ સામે કાર્યવાહી કરીશે અને ભાજપ અને આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદનાં લોકો તેમના ઘરે ગોડસેની પ્રતિમા મૂકીને રાખી રહ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે તે દિવસે હું માની લઇશ કે નરેન્દ્ર મોદી સાચા ગાંધીવાદી બની ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભૂપેશ બઘેલ રાજીવ ભવનમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. દાંતેવાડાની ચૂંટણીમાં મળેલી સફળતા અંગે પ્રતિક્રિયા આપતા બઘેલે કહ્યું કે, છેલ્લી વખત પણ અમે ખૂબ ઓછો અંતરથી હાર્યા હતા, પરંતુ આ વખતે અમને અદભૂત વિજય મળ્યો છે. તત્કાલિન રમણ સિંહ સરકારને નિશાન બનાવતા બઘેલે કહ્યું હતું કે, અગાઉની સરકાર દરમિયાન કમીશનખોરીનો વિકાસ થયો હતો. તેમણે કહ્યું કે દંતેવાડામાં મળેલી જીત આપણા વિકાસ કાર્યો પર ચિન્હ લગાવે છે જેને રમણસિંહની પાર્ટી ભાજપને નકારી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.