MANTAVYA Vishesh/ તાલિબાનનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, પાકિસ્તાની સેનાની ચોકીઓને કરી નસ્ટ

તાલિબાને પાકિસ્તાનની એર સ્ટ્રાઈકનો જડબાતોડ જવાબ આપ્યો છે.અને પાકિસ્તાની સેનાની ચોકીઓને નસ્ટ કરી છે. તો શ્રીલંકાએ પણ ચીનનાં જાસુસી  જહાજોને જડબાતોડ જવાબ આપ્યો છે. જુઓ અમારો આ વિશેષ અહેવાલ…

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
WhatsApp Image 2024 03 20 at 20.41.29 તાલિબાનનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, પાકિસ્તાની સેનાની ચોકીઓને કરી નસ્ટ
  • પાણી વગરનું પાકિસ્તાન
  • અફઘાન તાલિબાન વચ્ચે સતત વધી રહ્યો છે તણાવ
  • પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા
  • હવે તાલિબાને પાકિસ્તાનની એક પોસ્ટનો નાશ કર્યો
  • ચીનનાં જાસુસી જહોજોને શ્રીલંકાનો જડબાતોડ જવાબ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતાં.ત્યારે તેનાથી નારાજ તાલિબાને પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો.હવે તાલિબાને પાકિસ્તાની સેનાની એક બોર્ડર પરની ચોકીઓને નષ્ટ કરી દીધી છે.અને તાલીબાન દ્વારા તેનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.

તો અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી, પાકિસ્તાન સૌથી ખુશ દેખાતું હતું. પાકિસ્તાનના લોકો તેને ધાર્મિક જીત અને અમેરિકાની હાર તરીકે જોઈ રહ્યા હતા. પરંતુ હવે તાલિબાન માત્ર પાકિસ્તાન માટે જ સમસ્યા બની રહ્યાં છે.અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે તાલિબાને સરહદની વાડ ઉખેડી નાખી છે.આ સિવાય તાલિબાને પાકિસ્તાની સેનાની પરની ચોકીઓને કરી છે.તાલિબાન સાથે જોડાયેલા એકાઉન્ટ્સે એક વીડિયો શેર કર્યો છે.જેમાં પક્તિકા બોર્ડર બેલ્ટ પર બનાવવામાં આવેલ પોસ્ટને નસ્ટ કરવામાં આવી છે.

વાસ્તવમાં, પાકિસ્તાનનું કહેવું છે કે તાલિબાન આતંકવાદીઓને સતત આશ્રય આપી રહ્યું છે.અને આ આતંકવાદીઓ પાકિસ્તાન વિરુદ્ધ કામ કરે છે. આ કારણોસર પાકિસ્તાને  અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો.આ હવાઈ હુમલામાં ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા.પાકિસ્તાનની આ કાર્યવાહીથી તાલિબાન ગુસ્સે થયા અને તેમને ગંભીર પરિણામોની ધમકી આપી હતીઅને હવે તેના જવાબમાં તાલિબાને પાકિસ્તાની સેના પર ફાયરિંગ કર્યું છે.

ત્યારે તાલિબાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘અફઘાન સરહદી દળોએ પાકિસ્તાનના ખોસ્ટ, બર્મલ, પક્તિકા જિલ્લામાં નાગરિકોના ઘરો પર કથિત બોમ્બ ધડાકાના જવાબમાં ભારે તોપખાના વડે પાકિસ્તાની સૈન્ય સ્થાનોને નિશાન બનાવ્યા હતા.આ સિવાય તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાબિદે કહ્યું કે પાકિસ્તાની સેનાના હવાઈ હુમલામાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો માર્યા ગયા છે. આ સિવાય તેમણે કહ્યું કે પાકિસ્તાનની જનતા અને નવી સરકારે કેટલાક સૈન્ય જનરલોની ખોટી નીતિઓ બંધ કરવી જોઈએ.

આપને જણાવી દઈકે ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદીઓને પોષતું હતું. પરંતુ હવે તે પોતે પણ આવી જ સમસ્યાથી પરેશાન છે.છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં TTP આતંકવાદીઓ દ્વારા હુમલામાં વધારો થયો છે.. પાકિસ્તાનનું કહેવું છે કે આ આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં આશ્રય મળી રહ્યો છે.પાકિસ્તાનને આશા હતી કે તાલિબાન સત્તામાં આવ્યા બાદ ટીટીપી પર કાબૂ મેળવી લેશે, પરંતુ એવું થયું નહીં.અને આ બંને દેશો વચ્ચે દુશ્મનીનું કારણ બની રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ 17 અને 18 માર્ચની મધ્યરાત્રિએ તેમના બે વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા.જેમાં આઠ લોકોનાં મોત થયા હતા.બીજી તરફ પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અફઘાનિસ્તાન શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી.આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઓપરેશન વજીરિસ્તાનના કેટલાક વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.જેમાં એક આતંકી કમાન્ડર સહિત 8 લોકો માર્યા ગયા હતા.

પાકિસ્તાનાં ખાનગી અખબારના અહેવાલમાં આ ઘટના અંગે અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદને ટાંકવામાં આવ્યો છે….મુજાહિદે કહ્યું  છે કે, રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે લગભગ 3 વાગ્યે, અમારા ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની એરફોર્સના ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો.આ રહેણાંક વિસ્તારો હતા.8 લોકોનાં મોત થયા અને પાકિસ્તાને સામાન્ય અફઘાન લોકોને નિશાન બનાવ્યા છે.તો માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

તો પાકિસ્તાનના નોર્થ વઝીરિસ્તાનમાં આતંકી હુમલો થયો હતો.જેમાં સેનાના બે અધિકારીઓ શહીદ થયા હતા.જ્યારે તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી હાજર હતા.તેમણે કહ્યું હતું- શહીદોના લોહીનો બદલો લેવામાં આવશે. જો આપણા દેશ પર સરહદ પારથી હુમલો થશે તો અમે યોગ્ય જવાબ આપીશું.ત્યારે આ હુમલાની જવાબદારી હાફિઝ ગુલ બહાદુર ગ્રુપે લીધી હતી.આ પછી પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે આ જૂથ અફઘાનિસ્તાનમાં આશ્રય લે છે અને સરહદ પાર કરીને પાકિસ્તાનમાં હુમલા કરે છે.આ પછી આતંકીઓ ફરી અફઘાનિસ્તાનના ખોસ્ત વિસ્તારમાં છુપાઈ ગયા.જો લોકેશનની વાત કરીએ તો અફઘાનિસ્તાનનો પક્તિકા પ્રાંત પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનને અડીને આવેલો છે. જ્યારે, ખોસ્ત પ્રાંત ઉત્તર વઝીરિસ્તાનનો સરહદી વિસ્તાર છે.

ત્યારે તાલિબાન સરકારના પ્રવક્તા મુજાહિદે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે પાકિસ્તાન કહી રહ્યું છે કે તેમણે આતંકી અબ્દુલ્લા શાહને નિશાન બનાવવા માટે હુમલો કર્યો.અબ્દુલ્લા શાહ પાકિસ્તાનમાં રહે છે.અમે આ હુમલાઓની નિંદા કરીએ છીએ અને પાકિસ્તાનને કહેવા માંગીએ છીએ કે આ અફઘાનિસ્તાનની સ્વતંત્રતા પર હુમલો છે. પાકિસ્તાન હવે આપણા પર આક્ષેપ કરવાનું બંધ કરે તો સારું રહેશે.તેઓ તેમની નિષ્ફળતા માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવવા માગે છે.તો તાજેતરમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કેટલાક અધિકારીઓ કાબુલ ગયા હતા અને ત્યાં તાલિબાન નેતૃત્વ સાથે વાત કરી હતી.અને ત્યાના અધિકારીઓ એ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદ પર સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો  છે તે વાતની પુષ્ટિ કરી છે.

તો બીજી તરફ ચીનના જાસૂસી જહાજનાં મુદ્દે ભારતની સાથે આવેલા શ્રીલંકાએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે.શ્રીલંકાએ જર્મન સર્વે જહાજને તેના બંદર પર રોકવા માટેના ચીનના વિરોધને ફગાવી દીધો છે.અને શ્રીલંકાએ સર્વેના નામે જાસૂસી કરતા ચીનના જાસૂસી જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે.ત્યારે ભારતના મિત્ર શ્રીલંકાએ કહ્યું છે કે તે ચીનના વિરોધ છતાં વિદેશીઓનાં સંશોધન જહાજોને તેના બંદરો પર ઇંધણ ભરવાની મંજૂરી આપશે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આવા જહાજો પર એક વર્ષનો પ્રતિબંધ હોવા છતાં શ્રીલંકાએ આ નિર્ણય લીધો છે.તો જર્મનીના જહાજને મંજૂરી આપવા બદલ ચીને શ્રીલંકાને વિરોધ કર્યો હતો.વાસ્તવમાં ચીન અવારનવાર હિંદ મહાસાગરમાં જાસૂસી કરવા માટે પોતાના જાસૂસી જહાજો મોકલે છે. ત્યારે શ્રીલંકાના ઇનકાર બાદ તાજેતરમાં માલદીવે ચીનના જાસૂસી જહાજને આશ્રય આપ્યો હતો અને ભારતે આનો સખત વિરોધ કર્યો છે.

આ પ્રથમ વખત છે જ્યારે શ્રીલંકાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે વિદેશી સંશોધન જહાજોને  ઇંધણ ભરવા અને સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવશે કારણ કે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત અને યુએસ દ્વારા ઉઠાવવામાં આવેલી સુરક્ષા ચિંતાઓને પગલે ઓફશોર સંશોધન જહાજો પર એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.એક ખાનગી ન્યુઝ પોર્ટલે શ્રીલંકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નિલુકા કદુર્ગમુવાને તેના સમાચારમાં ટાંકીને કહ્યું છે કે, “વિદેશી જહાજો પરનો પ્રતિબંધ સંશોધન હેતુ માટે છે, ઇંધણ ભરવા માટે નહીં.”

શ્રીલંકાના સત્તાવાળાઓએ ફેબ્રુઆરીમાં સંશોધન જહાજ માટે બેઇજિંગની વિનંતીને નકારી કાઢ્યા પછી કોલંબોમાં ચીનના દૂતાવાસે આ મહિનાની શરૂઆતમાં જર્મન સંશોધન જહાજને બંદર પર ઉભા રાખવાની મંજૂરી આપવાના પગલા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજદ્વારીઓએ ખાનગી સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે ચીને પણ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો કારણ કે ભારતના દબાણ બાદ શ્રીલંકાએ આ પ્રતિબંધ લાગુ કર્યો હતો.માનવામાં આવે છે કે ભારત અને અમેરિકાની વિનંતી પર શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજોને ખતમ કરી દીધા છે. ચીન આનાથી ભારે પરેશાન છે.

આપને જણાવી દઈએ કે ભારતની અગ્નિ-5 મિસાઈલનું ઓડિશાના દરિયાકાંઠે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેના પર ચીનના ગુપ્તચર જહાજ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.7 માર્ચે, ભારતે પરીક્ષણ માટે ચેતવણી જારી કરી હતી.આના થોડા દિવસો પહેલા જ બાજિંગે ભારતીય દરિયાકાંઠાથી થોડા અંતરે આંતરરાષ્ટ્રીય જળસીમામાં એક કથિત રિસર્ચ જહાજ તૈનાત કર્યું હતું.અહેવાલો અનુસાર, ચીને આ જહાજ ભારતમાં મિસાઈલ પરીક્ષણ પર નજર રાખવા માટે મોકલ્યું હતું. આ સિવાય ચીનનું બીજું જહાજ માલદિવમાં પહેલેથી જ તૈનાત છે. મેરિટાઇમ ટ્રાફિક ડેટા અનુસાર, ચીની જહાજ જિયાંગ યાંગ હોંગ-01 23 ફેબ્રુઆરીએ ચીનના દરિયાકાંઠેથી રવાના થયું હતું..તે પરીક્ષણના એક દિવસ પહેલાં 10 માર્ચે બંગાળની ખાડીમાં પ્રવેશ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે