Pak vs WI/ પાકિસ્તાની યુવા ટીમ તોડી રહી છે બેક ટૂ બેક રેકોર્ડ, હવે નોંધાવ્યો આ રેકોર્ડ

પાકિસ્તાને ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને T20 સીરીઝ 3-0થી ક્લીન સ્વીપ કરી લીધી છે. પાકિસ્તાને 208 રનનાં વિશાળ લક્ષ્યાંકને 18.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

Top Stories Sports
PAK vs WI

પાકિસ્તાને ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને T20 સીરીઝ 3-0થી ક્લીન સ્વીપ કરી લીધી છે. પાકિસ્તાને 208 રનનાં વિશાળ લક્ષ્યાંકને 18.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં 7 વિકેટ સાથે પાકિસ્તાને T20 ઈન્ટરનેશનલમાં પોતાનું સર્વોચ્ચ લક્ષ્ય હાંસલ કર્યું હતું.

આ પણ વાંચો – Pak vs WI / પાકિસ્તાનની ઓપનર જોડીએ તોડ્યો રોહિત-ધવનનો રેકોર્ડ

પાકિસ્તાન માટે, કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને T20 ઇન્ટરનેશનલમાં છઠ્ઠી વખત 100 રનની ભાગીદારી કરી હતી. તેણે T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની સૌથી વધુ સદીની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો. રોહિત શર્મા અને કેએલ રાહુલે T20માં પાંચ સદી ફટકારી છે. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 45 બોલમાં 10 ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 87 રન બનાવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમે 53 બોલમાં 79 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે નવ ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. આ બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે 158 રનની ભાગીદારી થઈ હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ત્રણ વિકેટનાં નુકસાને 207 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – ક્રિકેટ / વેસ્ટ ઇન્ડિઝ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતાં પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણી સ્થગિત…

વેસ્ટ ઈન્ડિઝ કેમ્પમાં 5 કોરોનો પોઝિટિવ આવ્યા બાદ ODI સીરીઝ રદ

વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન નિકોલસ પૂરણે 37 બોલમાં બે ચોક્કા અને છ છક્કાની મદદથી 64 રન બનાવ્યા હતા. તેના સિવાય શમર્થ બ્રુક્સે 49, બ્રેન્ડન કિંગે 43 અને ડેરેન બ્રાવોએ અણનમ 34 રનનું યોગદાન આપ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, બન્ને દેશો વચ્ચે રમાનારી ODI સીરીઝ સ્થગિત કરવામાં આવી છે. PCB અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ગુરુવારે કરાચીમાં વેસ્ટ ઈન્ડિઝ કેમ્પમાં પાંચ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ત્રણ મેચની ODI સીરીઝ આવતા વર્ષે જૂન સુધી લંબાવવામાં આવી છે.

મોહમ્મદ રિઝવાને તોડ્યો રેકોર્ડ

પાકિસ્તાનનાં બેટ્સમેન મોહમ્મદ રિઝવાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ ટેસ્ટ મેચની T20I સીરીઝની ત્રીજી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. રિઝવાન T20I માં એક કેલેન્ડર વર્ષમાં 2000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 208 રનનાં વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનનાં ઓપનરે 11 ઓવરમાં ચોક્કો ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રિઝવાને એક કેલેન્ડર વર્ષમાં 55થી વધુની એવરેજથી આ રન બનાવ્યા છે. તેણે 45 ઇનિંગ્સમાં 130નાં સ્ટ્રાઇક રેટથી 2000 રન બનાવ્યા છે.