Not Set/ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અકસ્માત, ઘટનાસ્થળે બે યુવાનોનું કરુણ મોત

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે બસનાં ડ્રાઇવરે બે બાઇક સવારને અડફેટે લીધા હતા, જે બાદ બે યુવાનોનાં મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ચક્કાજામ કરી દીધો હતો. જો કે પોલીસની દરમિયાનગીરી બાદ આ ચક્કાજામ દૂર થયો હતો. ખાનગી બસનાં ડ્રાઇવરે બે બાઇક સવારને અડફેટે લીધા બાદ તેમનુ […]

Top Stories Gujarat Others
Mahuwa Anawal State Highway Accident મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અકસ્માત, ઘટનાસ્થળે બે યુવાનોનું કરુણ મોત

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે બસનાં ડ્રાઇવરે બે બાઇક સવારને અડફેટે લીધા હતા, જે બાદ બે યુવાનોનાં મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ચક્કાજામ કરી દીધો હતો. જો કે પોલીસની દરમિયાનગીરી બાદ આ ચક્કાજામ દૂર થયો હતો.

Surat Accident 02 મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અકસ્માત, ઘટનાસ્થળે બે યુવાનોનું કરુણ મોત

ખાનગી બસનાં ડ્રાઇવરે બે બાઇક સવારને અડફેટે લીધા બાદ તેમનુ મોત નિપજ્યુ છે. જેનાથી ગુસ્સે થયેલા સ્થાનિકોએ તે હાઇવેન જામ કરી દીધો હતો. જણાવી દઇએ કે, બાઇક ખાનગી બસનાં પહેલા ટાયરો નીચે આવી આવી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકોનાં મોત જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને નવસારીની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ગોઝારા અકસ્માતમાં બે યુવાનોનાં મોત નીપજ્યાં છે.

Surat Accident 01 મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અકસ્માત, ઘટનાસ્થળે બે યુવાનોનું કરુણ મોત

મહત્વનું છે કે, આ બંન્ને યુવાનો મહુવા તાલુકાનાં હતાં. મળતી માહિતી પ્રમાણે, મૃતક યુવાનો લાસણપોર અને તરકાનીનાં છે. બે બાઇક પર છ જણ સવાર હતા. ઘટના સ્થળે જ આ મૃતકોનાં મોત નીપજ્યાં હતાં. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ગોઝારા અકસ્માતને કારણે સ્થાનિકોમાં ઘણો જ રોષ જોવા મળ્યો હતો. જેના કારણે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. જોકે, મહુવા પોલીસની સમજાવટ બાદ ચક્કાજામ દૂર કરાયો છે. હાલ પોલીસે આ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.