Not Set/ નિર્ભયા કેસ/ દિલ્હી હાઇકોર્ટે તિહાડ જેલનાં અધિકારીઓ-દોષીઓને ફટકારી નોટિસ, કાલે ફરી થશે સુનાવણી

નિર્ભયા દોષીઓનાં ફાંસીનાં કેસમાં દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટનાં આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ કેસની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે તિહાડ જેલનાં અધિકારીઓ અને દોષીઓને નોટિસ ફટકારી છે. આ મામલે 2 ફેબ્રુઆરીએ ફરીથી સુનાવણી થશે. સુનાવણી દરમિયાન આજે સરકાર સમક્ષ હાજર થતાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, દોષીઓ લાંબી ન્યાયિક પ્રક્રિયાનો આનંદ […]

Top Stories India
Nirbhaya Case નિર્ભયા કેસ/ દિલ્હી હાઇકોર્ટે તિહાડ જેલનાં અધિકારીઓ-દોષીઓને ફટકારી નોટિસ, કાલે ફરી થશે સુનાવણી

નિર્ભયા દોષીઓનાં ફાંસીનાં કેસમાં દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટનાં આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ કેસની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે તિહાડ જેલનાં અધિકારીઓ અને દોષીઓને નોટિસ ફટકારી છે. આ મામલે 2 ફેબ્રુઆરીએ ફરીથી સુનાવણી થશે. સુનાવણી દરમિયાન આજે સરકાર સમક્ષ હાજર થતાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, દોષીઓ લાંબી ન્યાયિક પ્રક્રિયાનો આનંદ માણી રહ્યા છે. દોષીઓ જગન્ય ગુનાઓ કરી ન્યાય પ્રક્રિયાનો મજાક ઉડાવી રહ્યા છે.

આ મામલો શનિવારે સુનાવણી માટે ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ સમક્ષ રજૂ થયો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે, દોષીઓ સમયનો બગાડ કરવા કાયદાનો લાભ લઈ રહ્યા છે. ગઈકાલે આ લોકોએ પટિયાલા હાઉસ કોર્ટને મૃત્યુદંડની સજાને સ્થગિત રાખવા માટે અરજી કરી હતી, જેમાં કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું ન હતું. ગુનેગારોએ કાયદાનો દુરૂપયોગ કેવી રીતે કર્યો તે રીતે આ કેસને લોકો યાદ કરશે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, જો પ્રક્રિયા આ રીતે આગળ વધે તો આ કેસ ક્યારેય પૂરો થતો નથી. મહેતાએ ગુનેગારોને અલગ-અલગ ફાંસી પર લટકાવવાની પણ માંગ કરી છે. હવે આ મામલે 2 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલે રવિવારે બપોરે 3 વાગ્યે સુનાવણી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.