સુરતમાં શનિવારે પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટની C વીંગમાં રહેતા સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો. પરિવારના સભ્ય મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈને તેમજ અન્ય સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યાનું અનુમાન હતું. પરંતુ માતા-દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળું દબાવાથી થયાનો ઘટસ્ફોટ થયો હતો. હવે આ મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે,જેને જોતા એવું લાગી રહ્યું છે કે, આ પરિવાર તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોય.
મનીષ સોલંકી મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
રિપોર્ટમાં જાણવા મળ્યું કે, માતા અને દીકરીનું ગળુ દબાવીને મોત થયું હતું. અન્ય 4 પરિવારજનોના મોત ઝેરી દવા ગટગટાવીને થયું હતું. ત્યારે પરિવારના સભ્યો બાદ મનીષ શાંતિલાલ સોલંકીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આમ સોલંકી પરિવારના કુલ 7 સભ્યોએ સામુહિક આપઘાત કરવાની ચોંકાવનારી ઘટના બની હતી.
આ સમગ્ર ઘટનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. ડીસીપ રાકેશ બારોટ,ભાવેશ રોજીયાનો સીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મૃતક મનીષ સોલંકીના મોબાઈલ ડિટેઇલની અને આર્થિક વ્યવહાર સહિતના મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: મોટા સમાચાર/સામુહિક આપઘાત મુદ્દે સૌથી મોટા સમાચાર, સામુહિક આપઘાતની ઘટનામાં તાંત્રિક વિધિનું કનેક્શન…?
આ પણ વાંચો: Surat/સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ જિંદગી બુઝાઈ
આ પણ વાંચો: Suicide Case/આર્થિક સંકડામણમાં સુરતના સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો
